દેશના પૂર્વ PM મનમોહન સિંહે કહ્યું કે ગલવાન ઘાટીમાં ભારતના 20 સૈનિકોની શહાદત વ્યર્થ જવી જોઇએ નહીં. એટલું જ નહીં તેમણે કહ્યું કે આ જ સમય છે કે આખા રાષ્ટ્ર એ એકજૂથ થવાની જરૂર છે અને ભેગા થઇને આ દુ:સાહસનો જવાબ આપવો જોઇએ. પૂર્વ પીએમ એ સાથો સાથ પીએમ નરેન્દ્ર મોદી પર પણ નિશાન તાકયુ અને તેમને પોતાના શબ્દોની પસંદગી કરવામાં સાવધાની રાખવાની સલાહ સુદ્ધાં આપી દીધી. આપને જણાવી દઇએ કે ગયા સોમવારા રાત્રે લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સૈનિકોની વચ્ચે સંઘર્ષમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા જ્યારે ચીનના 40 જવાનના મોત થયા હતા.
જવાનોની કુર્બાની વ્યર્થ ના જાય: મનમોહન
પૂર્વ પીએમે આજે રજૂ કરેલા નિવેદનમાં કહ્યું કે 15-16 જૂનના રોજ ગલવાન ઘાટીમાં ભારતના 20 સાહસિક જવાનોએ સર્વોચ્ચ કુર્બાની આપી. આ બહાદુર સૈનિકોએ સાહસની સાથે પોતાની ફરજ નિભાવતા દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા. દેશના આ સપૂતોએ પોતાના છેલ્લાં શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા કરી. આ સર્વોચ્ચ ત્યાગ માટે આપણે આ સાહસિક સૈનિકો અને તેમના પરિવારોને કૃતજ્ઞ છીએ. પરંતુ તેમનું આ બલિદાન વ્યર્થ જવું જોઇએ નહી.
‘શબ્દોની પસંદી કરતાં સાવધાની રાખો’
મનમોહન સિંહે કહ્યું કે આજે આપણે ઇતિહાસના એક નાજુક વળાંક પર ઉભા છીએ. અમારી સરકારના નિર્ણય અને સરકાર દ્વારા ઉઠાવામાં આવેલા પગલાં નક્કી કરશે કે ભવિષ્યની પેઢીઓ આપણી આકરણી કંઈ રીતે કરે. જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તેમના ખભા પર કર્તવ્યની ઊંડી જવાબદારી છે. આપણા પ્રજાતંત્રમાં આ જવાબદારી દેશના વડાપ્રધાનની છે. વડાપ્રધાને પોતાના શબ્દો અને જાહેરાતો દ્વારા દેશની સુરક્ષા અને સામરિક તથા ભૂભાગીય હિતો પર જોડાયેલા પ્રભાવના પ્રત્યે સદૈવ ખૂબ જ સાવધાવ રહેવું જોઇએ.
સહમતિથી કામ કરે વડાપ્રધાન
પૂર્વ પીએમે કહ્યું કે ચીને એપ્રિલ 2020થી લઇ આજ સુધી ભારતીય સરહદમાં ગલવાન ઘાટી અને પેંગોંગ શો લેકમાં અનેક વખત ઘૂસણખોરી કરી છે. આપણે ના તો એમની ધમકીઓ અને દબાણ સામે ઝૂકીશું અને ના તો આપણી અખંડતા સાથે કોઇ સમજૂતીનો સ્વીકાર કરીશું. પ્રધાનમંત્રી એ પોતાના નિવેદનથી તેમના ષડયંત્રકારી વલણને બળ આપવું જોઇએ નહીં તથા એ સુનિશ્ચિત કરવું જોઇએ કે સરકારના તમામ અંગ આ ખતરાનો સામનો કરવાની અને સ્થિતિને વધુ ગંભીર થતી રોકવા માટે પરસ્પર સહમતિથી કામ કરે.