સુપ્રીમને જાણ કરતુ કેન્દ્ર: તા.1-15 જુલાઈ વચ્ચે લેવાનારી પરીક્ષા હાલ રદ: કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ નવી તારીખો: આઈસીએસઈ બોર્ડ પણ તેવોજ નિર્ણય લેશે
હાલની કોરોનાની સ્થિતિમાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશનની ધો.10 તથા ધો.12ની પરીક્ષા હાલ રદ કરવામાં આવી છે. આજે સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તા.1થી15 જુલાઈમાં લેવાનારી સી.બી.એસ.ઈ.ની ધો.10 તથા ધો.12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને એક વખત પરિસ્થિતિ સર્જાયા બાદ આ બન્ને પરીક્ષાઓની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સોલીસીટર જનરલમાં તુષાર મહેતાએ આજે આ જાહેરાત કરી હતી અને એ પણ સંકેત આપી દીધો હતો. આઈસીએસઈ પણ આ જ પ્રમાણે નિર્ણય લેશે.
કોરોનાની સ્થિતિએ દેશમાં શિક્ષણ કેલેન્ડરને અસ્તવ્યસ્ત કરી દીધું છે અને તેના કારણે રાજય અને કેન્દ્ર કક્ષાની પરીક્ષાઓ રદ થવા લાગી છે તથા ચાલુ વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે તથા કોલેજ શિક્ષણ પણ હવે છેક ઓકટોબરમાં શરુ થશે તેવા સંકેત છે.
દેશભરમાં સીબીએસઈ તથા આઈસીબીઈના ધો.10-12ની પરીક્ષા આપવા માટે લાખો વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી. તેઓ માટે આ શૈક્ષણિક વર્ષ મુશ્કેલ પુરવાર થશે અને પરીક્ષા જે હવે આગામી બે-ત્રણ માસ બાદ લેવાતા અને પરિણામ જાહેર થતા તેઓ ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ છ માસનું શિક્ષણ બગડે તેવો ભય છે અને તેથી ધોરણ 12 બાદના ઉચ્ચ અભ્યાસ માટે જે એડમીશન પ્રક્રિયા છે તે પણ વિલંબમાં પડશે. સુપ્રીમ કોર્ટમાં હાલની સ્થિતિમાં પરિક્ષાઓ અંગે સ્પષ્ટતા કરવાની રીટ અરજી થઈ હતી.
ગુજરાતમાં જો કે રાજય બોર્ડની પરીક્ષાઓ પુરી થઈ ગઈ છે. કોરોનાકાળ શરુ થયો કે તુર્ત જ રાજય સરકારે પરીક્ષા લઈ લીધી હતી અને પરીણામ પણ જાહેર થઈ ગયા છે તેથી રાજયમાં સ્થાનિક સ્તરે કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા આગળ વધશે. જયારે ધો.10ના વિદ્યાર્થીઓ ધો.11માં પ્રવેશ મેળવી શકશે પરંતુ જેઓએ કેન્દ્રીય બોર્ડ પસંદ કર્યુ છે તેના માટે હવે રાહ જોવા સિવાય વિકલ્પ નથી.