એલાયન્સ ઓફ મલ્ટીલેટરિઝમ બેઠકને વિદેશપ્રવાસનું સંબોધન
વિદેશ પ્રધાન એસ.જયશંકરે જણાવ્યું છે કે હાલમાં વિશ્વ રોગચાળા અને ખોટા સમાચારોના દ્વિપક્ષી હુમલા સામે લડી રહ્યું છે. આજે આપણે બદલાવના મોડ પર ઉભા છીએ. રોગચાળાએ વિશ્વની આર્થિક પ્રણાલી બરબાદ કરી નાખી છે. તેનાથી આપણી જીવનશૈલી, કામ કરવાની અને મુસાફરીની રીત પણ બદલાઈ છે. એ સાથે જ એકબીજા સાથેના સંબંધોને પણ અસર થઈ છે.
એલાયન્સ ઓફ મલ્ટીલેટરાસીઝમની વર્ચ્યુલ મીનીસ્ટ્રીયલ મીટીંગને સંબોધતા જયશંકરે આ વાત કરી હતી. આ એલાયન્સ વિશ્વમાં સ્થિરતા અને શાંતિના પગલા માટે સમાન વિચારધારા ધરાવતા દેશોનું એક સંગઠન છે. વિદેશ પ્રધાનના જણાવ્યા પ્રમાણે કોરોનાએ આપણી જીવનશૈલી બદલી કાયમ માટે બદલી નાખી છે તેમ કહેવું ખૂબ વહેલું છે. બીજાની હાજરીમાં આપણું ક્ધફર્ટ લેવલ ઓછું થયું છે. નકલી સમાચારો, ખોટી માહિતી અને ઈરાદાપૂર્વક ખોટા સમાચાર ફેલાવાના કારણે પરસ્પર વાતચીતમાં શંકા વધી ગઈ છે.