રાજ્યમાં આગામી 5 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે 29 અને 30 જૂને રાજ્યનાં અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ વરસાદ વગર કારોધાકોર રહ્યા હતા.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અને 29 અને 30 જૂને ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, નવસારી ,ભાવનગર, દીવ-દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ,