ભારત સરકારે પહેલી સ્વદેશી કોવિડ-19 વેક્સીનને માનવ પરીક્ષણની મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેકની તરફથી ‘કોવેક્સીન’ નામની રસીને ડેવલપ કરાઇ છે. ભારત બાયોટેક એ ICMR અને NIVની સાથે મળીને તેને વિકસિત કરી છે. કંપનીની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે ભારતીય ઔષધી મહાનિયંત્રક (DCGI)ની તરફથી માનવ પરીક્ષણની મંજૂરી મળી છે.
દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ કોરોનાવાયરસને નાથવા એક રસી વિકસિત કરવાના પ્રયાસમાં લાગી ગયું છે. વેક્સીન અને જેનેરિક દવાઓના અગ્રણી નિર્માતા ભારતને આ દોડમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવાની આશા છે. જેમાં કેટલાંય સંસ્થાન વિભિન્ન દવાઓની સાથે કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ સરકારની તરફથી કહેવામાં આવ્યું હતું કે 30 ગ્રૂપ વેક્સીન બનાવાના કામમાં લાગેલા છે.
આપને જણાવી દઇએ કે દુનિયાભરમાં કેટલીય કંપની આ કામમાં લાગેલી છે. ગયા સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું હતું કે બ્રિટનની એસ્ટ્રાજેનેકા આ વેક્સીનને બનાવાની ખૂબ નજીક છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા આ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જઇ રહ્યો છે જો કે સરકારે અનલોકના બીજા તબક્કા એટલે કે અનલોક2 માટે દિશાનિર્દેશ રજૂ કરી દીધા છે. નવા દિશાનિર્દેશોમાં કંટમેંટ ઝોનની બહાર વધુ ગતિવિધિઓને ખોલવાની મંજૂરી આપી દીધી છે. નવા દિશાનિર્દેશ 1 જુલાઇ 2020થી પ્રભાવિત થશે. અર્થતંત્રને તબક્કાવાર રીતે ખોલવાની પ્રક્રિયાને આગળ વધારવામાં આવી છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા દિશાનિર્દેશોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રાપ્ત ફીડબેક અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની સાથે વ્યાપક વિચાર-વિમર્શ પર આધારિત છે.