અમદાવાદમાં કોરોનાએ કહેર મચાવ્યો છે.પરંતુ અમદાવાદમાં કુલ 4789 લોકોએ હોસ્પીટલે દાખલા થયા વિના ઘરે બેસીને કોરોનાને હરાવ્યો છે. કોરોના મામલે અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે રાહતના સમાચાર એ પણ છે કે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 4789 લોકો ઘેર બેઠા જ કોરોનાથી મુકત થયા છે.
ગઈકાલે જ અમદાવાદ શહેરમાં 120 લોકોએ કોરોનાને મહાત આપી હતી.જેમાંથી 40 જેટલા લોકોએ દવાખાને-હોસ્પીટલ ગયા વગર ઘેર રહીને જ કોરોનાને હરાવ્યો છે. આમ અત્યાર સુધીમાં 4789 લોકો ઘેર રહીને જ કોરોના મુકત થયા છે.
આ સિવાય ગઈકાલે એસવીપીમાંથી 1, અમદાવાદ સિવીલમાંથી 13, સોલા સિવીલમાંથી 9, કિડની હોસ્પીટલમાંથી 1 મળી કુલ 24 લોકો અને ખાનગી હોસ્પીટલમાંથી 56 લોકો કોરોનાથી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં 15,628 લોકોએ કોરોનાને પરાજીત કર્યો છે.