ડાયાબિટીસ ધરાવતી મહિલાઓમાં કોરોનાથી થતાં મોતનું જોખમ 22 થી 24 ટકા ઓછું
કોરોના સંક્રમિત મહિલાને જો ડાયાબિટીસ હોય તો તેમનાં જીવ પર જોખમ ઉભું થવાની શક્યતા ઘટે છે. અમેરિકાનાં મિનેસોટા યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસની એક દવાનો મહિલાઓ પર થેયલી સકારાત્મક અસરનાં આધારે દાવો કર્યો છે. ડાયાબિટીસનાં સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા મેટાફાર્મિનનાં મહિલાઓની પ્રતિરક્ષા તંત્ર કોવિડ-19ના વાયરસને બેઅસર કરવાની ક્ષમતા આવી જાય છે. આ દવા સસ્તી હોવાની સાથે અસરકારક હોવાથી ડાયાબિટીસ માટે પ્રયોગમાં લેવામાં આવે છે.
શોધકર્તાઓએ 6200 સંક્રમિત દર્દીઓ પર આ અભ્યાસ કર્યો જેઓ પહેલેથી જ ડાયાબિટીસ અથવા મેદસ્વીપણાથી પીડિત હતા. અભ્યાસમાં તેમણે નોંધ્યું કે જે મહિલાઓ પહેલેથીત જ મેટાફાર્મિનની દવાઓ લેતી હતી. તેવી મહિલાઓમાં મૃત્યુનો દર ઓછો જોવા મળ્યો. આવી ડાયાબિટીસ રોગી મહિલાઓમાં કોરોના સંક્રમણથી જીવનું જોખમ 22 થી 24 ટકા ઓછું જોવા મળ્યું. જ્યારે પુરુષોમાં આવું ધ્યાને આવ્યું નથી.
આ ઉપરાંત કોરોના વાયરસ એટલો ખતરનાક છે કે તેના ઉપચાર માટે રસીનો ડબલ ડોઝ વધારે કારગર નિવડશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં ાવી રહેલી રસીનો ક્લીનીકલ ટ્રાયલમાં આ વાત સામે આવી છે. બ્રિટીશ વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે મુખ્ય ડોઝ પછી બૂસ્ટર ડોઝ, આપવાથી દર્દીનું શરીર વાયરસ સામે લડવા માટે વધુ પ્રતિરક્ષા એકત્રિત કરી શકે છે. કોરોના સંક્રમણ માટેની રસી પર કામ કરી રહેલાં વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે આ તમામ રસી વૃધ્ધો માટે અસરકારક સાબિત નહીં થાય.
મહામારીની ચપેટમાં આવી રહેલાં વૃધ્ધોને બચાવવા માટે તેમનામાં પહેલાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવી પડશે. આ વાત વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ દ્વારા બ્રિટીશ સંસદીય સમિતિ સમક્ષ રાખવામાં આવી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વૃધ્ધોનાં શરીરમાં સંક્રમણ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવી પડકારરુપ છે.