નર્મદા ટેન્ટ સીટી માં હવે લગ્ન પ્રસંગ યોજાશે કેમ, કોરોનામાં સરકાર દ્વારા દેશભરમાં લાગુ કરેલ લોકડાઉનને લઈને તમામ ધંધા રોજગારો પર અસર પડી છે. જેમાં હાલ અનલોક ટુમાં તમામ છૂટછાટો આપી છે. પરંતુ હજુ પ્રવાસન સ્થળો ખોલવાની સરકારે મંજૂરી આપી નથી. ત્યારે જ્યાં એક સમયે ટેન્ટીસીટીમાં પ્રવાસીઓ રોકાતા હતા. જ્યાં હવે લગ્ન પ્રસંગો યોજી ખોટ ને પૂરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
છેલ્લા ૩ મહિનાથી કરોડોના ઇન્વેસમેન્ટ છતાં પ્રવાસીઓની ગેરહાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં આવેલ ટેન્ટ સીટી ૧ અને ૨, રમાડા હોટેલ સહિત તમામને મોટી ખોટ સહન કરવી પડી છે. ટેન્ટ સીટી ૧ અને ટુરિઝમ ગુજરાત નિર્મિત ટેન્ટ સીટી ૨ કેવડિયા નર્મદા ડેમ સાઈડ તરફ આવી હોય તેમણે હાલ લગ્ન સમારંભ માટેના પેકેજ જાહેર કર્યા છે.
એટલે સરકારની ગાઈડલાઈ પ્રમાણે ૫૦ જેટલા સભ્યોની હાજરીમાં લગ્ન પ્રસંગને મંજૂરી મળી છે. ત્યારે નર્મદા ટેન્ટ સિટીઓમાં હવે લગ્ન પ્રસંગોનું આયોજન કરી ખોટને સરભર કરવાની કોશિશ કારવામાં આવી રહી છે. ટેન્ટ સિટી ૧ ખાતે એક લગ્ન પ્રસંગ માટે નું ૨.૫૦ લાખનું પેકેજ બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અનલોક ૨માં પણ પ્રવાસન સ્થળો ખોલવામાં આવ્યા નથી. જેના કારણે કોરોના કાળમાં પ્રવાસન ઉદ્યોગને કરોડોની ખોટ જઈ રહી છે સાથે જે કમર્ચારી છે જેમને પગાર પણ આપવો પેડ છે.
૧૭ પ્રીમિયમ અને અને ન્યુ કપલને ૧ રોયલ ટેન્ટ
આ અંગે ટેન્ટસિટી ૧ ના મેનેજરે જણાવ્યું કે, ટેન્ટ સિટી ૧ ખાતે એક લગ્ન પ્રસંગ માટેનું રૂ.૨.૫૦ લાખનું પેકેજ બનાવવામાં આવ્યું છે. ૫૦ લોકો માટે જરૂરિયાત પ્રમાણે ચા નાસ્તો અને વેલકમ જ્યુસ, કોકટેલ, આઈસ્ક્રીમ સહિતની અનેક વેરાયટી સામેલ હશે. આ પેકેજમાં મિડલ કલાસ ફેમિલીને પણ પરવડે તેવો ભાવ છે. દરેક પ્રસંગે લગ્ન મંડપ અને ટેન્ટને સેનિટાઇઝેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન માટે ૧૭ પ્રીમિયમ અને અને ન્યુ કપલને ૧ રોયલ ટેન્ટ રહેવા આપવામાં આવશે.