કોરોના વાયરસના ઈન્ફેક્શનથી લોકોને બચાવવા માટે અને સારવાર કરવા માટે વેક્સીન અને દવા શોધવામાં આજે આખા વિશ્વના વૈજ્ઞાનિકો લાગેલા છે. આ તમામ વાતો વચ્ચે ટ્યૂબરકુલોસિસ (ટીબી) માટે ઉપયોગમાં લેવાતી વર્ષો જૂની દવા BCGથી કોરોનાના કારણે મૃત્યુદરને ઓછો કરવાની આશા જાગી છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે અમેરિકા જેવા વિકસિત દેશના સ્ટેટ્સના મુકાબલે લેટિન અમેરિકા અને બીજા વિકાસશીલ દેશોમાં મૃત્યુદર ઓછો થવા પાછળ એક કારણ ટીબીની વેક્સીન હોઈ શકે છે.
વર્જિનિયા ટેકના કોલેજ ઓફ નેચરલ રિસોર્સેજ એન્ડ એન્વાયરન્મેન્ટમાં આસિસ્ટેંટ પ્રોફેસર લુઈસ એસ્કોબારે આ વાત પર રિસર્ચ કર્યું કે અમુક વિકાસશીલ દેશોમાં અમેરિકાના સ્ટેટ્સ પ્રમાણે મૃત્યુદર ઓછો કેમ છે, આવા દેશોમાં વસ્તી પણ વધુ છે અને ભીડ પણ છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે જે દેશોમાં કોવિડ-19ના કારણે મૃત્યુદર ઓછા છે, ત્યાં લોકોની ઉંમર, આયુષ્ય અને હેલ્થ કેયર સુવિધાઓને લઈને ભારે વિવિધતા હતી. જો કે, આ તમામ વાતો વચ્ચે એક ચીજ સમાન હતી, અને તે છે ટીબીના વેક્સિનેશન પ્રોગ્રામ.
ટીબીની દવા બેસિલસ કેલમેટ-ગ્યૂરિન (BCG)ને સામાન્ય રીતે અમેરિકામાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે આ બિમારી વિકાસશીલ દેશોમાં વધારે હોય છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે BCG વેક્સીન પ્રોગ્રામ અને કોવિડ-19ના કારણે મૃત્યુદર વચ્ચે ઉંડો સંબંધ છે. રિસર્ચર્સનું કહેવું છે કે BCG ઈન્ડેક્સમાં 10 ટકા વધારાની સાથે કોવિડ-19નો મૃત્યુદર 10.4 ટકા ઓછો કરી શકાય છે.
શું છે BCG વેક્સીન?
ખાસ વાત એ છે કે એપ્રિલમાં WHOએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, BCG વેક્સીનના કોવિડ-19થી લોકોને બચાવવા માટેના કોઈ પુરાવા નથી કારણ કે તેના પર સૌથી વધુ રિસર્ચમાં લોકો સમાજમાં અંતર, ટેસ્ટિંગ, મહામારીના સ્તર જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપતા નથી. જો કે, એસ્કોબારનું કહેવું છે કે, તેમની ટીમે તમામ સામાજિક અંતરોને ધ્યાનમાં રાખતા એનાલેસિસ કર્યું છે.
શું છે BCG?
બેસિલસ કેલમેટ-ગ્યૂરિન (BCG) વેક્સીન લગભગ 100 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી. તેનાતી ટ્યૂબરકુલોસિસ અથવા તો ટીબીના બેક્ટેરિયા વિરુદ્ધ ઈમ્યૂનિટી વધતી હતી. તેની રસીથી લોકોની ઈમ્યૂન સિસ્ટમ સારી થાય છે અને પોતાની જાતને સંક્રમણથી બચાવી શકાય છે. વેક્સિનેશનના 60 વર્ષ પછી સૌથી વધુ લોકોમાં ટીબીના બેક્ટીરિયા પ્રવેશ કરી શક્યા નથી. આ રસી ઘણી અન્ય સંક્રમણ રોગો સામે માનવ શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે, જેમ કે કોરોનાના કેસમાં માનવામાં આવી રહ્યું છે.