કોરોનાની વર્ક કલ્ચર બદલાવ અંગે પણ ચર્ચા
વિશ્વની ખ્યાતનામ ટેક કંપની ગુગલ તેનો વાર્ષિક ઈવેન્ટ યોજવા જઈ રહી છે. સાથે ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં ભારતીય સ્ટાર્ટઅપ માટે રૂા.75000 કરોડ રોકવાની જાહેરાત કરી છે. ગુગલ આગામી પાંચ વર્ષમાં રોકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુગલના ચીફ એકઝીકયુટીવ ઓફીસર સુંદર પીચાઈ સાથે વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા વાતચીત કરી હતી. વડાપ્રધાને બાદમાં ટવીટ કરી માહિતી આપી હતી કે અમે ડેટા સુરક્ષા અને સાયબર સુરક્ષા સહીત અનેક વિષયો પર વાતચીત કરી હતી, ખાસ કરીને ભારતના ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગપતિઓનું ભવન બદલવા આઈટીની શક્તિનો ઉપયોગ કરવા સારી ચર્ચા થઈ હતી.
મોદીએ જણાવ્યું હતું કે સુંદર પિચાઈ સાથેની વાતચીતમાં કોરોના સમયમાં ઉદભવી રહેલી નવી કાર્ય સંસ્કૃતિ વિષે વાત પણ થઈ હતી. વૈશ્ર્વિક મહામારીએ ખેલકુદ જેવા ક્ષેત્રે પડકારો ઉભા કર્યા છે, તે વિષે પણ ચર્ચા થઈ હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે મને ગુગલ દ્વારા કેટલાય ક્ષેત્રે કરાતા કામ વિષે જાણવા મળ્યું. ખાસ કરીને શિક્ષણ, લર્નિંગ, ડિજીટલ ઈન્ડિયા, ડિજીટલ પેમેન્ટ બાબતે ચર્ચા થઈ હતી