કોરોના વાયરસથી બચવા માટે હાલમાં ઘણા પ્રકારની દવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. વૈજ્ઞાનિક ગત છ મહિનાથી દર્દીઓને બચાવવા માટે ક્યારેક હાઇડ્રોક્સીક્લોરોક્વીન તો ક્યારેક બીસીજી દવાને યોગ્ય માની રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ થયેલી એક શોધમાં જાણવા મળ્યું છે કે, આ તમામથી અલગ એક સ્ટેરોઇડની દવા છે જે કોરોના વાયરસ સંક્રમણના દંભીર દર્દીઓ માટે જીવનદાન સાબિત થઇ શકે છે.
Dexamethasone છે સસ્તી અને અસરદાર દવા
તાજેતરમાં જ ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકે પોતાની એક શોધમાં જોયુ કે કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં Dexamethasone ખુબ જ કારગર અને સસ્તી દવા છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, સોજો ઓછો કરવા માટે ઉપયોગમાં લેવાતી સ્ટેરોઇડ Dexamethasone કોરોના વાયરસ સંક્રમણમાં જોરદાર કામ કરે છે. જે દર્દીઓની સ્થિતિ ગંભીર છે તેમનો જીવ બચાવવા માટે આ દવા સફળ સાબિત થઇ છે. રિસર્ચના ડેટામાં જાણકારી મળી છે કે તેના ઉપયોગથી વેંટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓના મૃત્યુદરમાં 33.33% અને ઓછા ગંભીર લક્ષણોવાળા દર્દીઓમાં 20% સુધી ઓછૂ થઇ ગયું છે.
WHOએ પણ કહ્યું સુરક્ષિત છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) કોરોના વાયરસની સારવાર માટે ઉપયોગમાં લેવાતી તમામ દવાઓ પર ધ્યાન રાખી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ Dexamethasonથી કોરોનાની સારવાર દરમિયાન વધારે સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા નથી. આ આધારે WHOએ પણ Dexamethasonને સારવાર માટે સુરક્ષિત દવા ગણાવી છે.
રેમડેસિવિરથી પણ વધારે અસરદાર છે આ દવા
પહેલા રેમડેસિવિર દવાને કોરોનાની સારવાર માટે ખુબ જ સુરક્ષિત માનવામા આવતી હતી. પરંતુ બાદમાં થયેલી શોધમાં દાવો કરવામાં આવ્યો કે, આ માત્ર હલ્કા લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે જ કારગર છે. સાથે જ દરેક દર્દી પર એક જેવો ફાયદો પણ થતો નથી. પરંતુ ડેક્સામેથાસોનનું ગંભીર લક્ષણોવાળા દર્દીઓ પર પણ સકારાત્મક અસર જોવા મળી છે.