હાઈપ્રોફાઈલ હાજરી પણ ભીડ એકત્ર નહી કરાય
લખનૌ: દેશમાં અનલોક અને લોકડાઉનના માહોલ વચ્ચે ફરી એક વખત રામ જન્મભૂમિ મંદિર નિર્માણની શરુઆત કરાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.3 કે 5 ઓગષ્ટે અયોધ્યા જઈ શકે છે. આગામી માસે રક્ષાબંધનના દીને આ કાર્યક્રમ યોજાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં ભીડ નહી પરંતુ મર્યાદીત લોકોને હાજરી આપવા જણાવશે અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ તથા કેટલાક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. મોદી તા.3ના રોજ અયોધ્યામાં ફકત રામલલ્લાની પ્રતિકાત્મક આરતી કરીને મંદિર નિર્માણની કામગીરીને વેગ આપી શકે છે.
સરકારનો ઈરાદો 2022માં યુપીમાં જે ધારાસભા ચૂંટણીઓ ચાલી રહી છે તે પુર્વે ભવ્ય મંદિર નિર્માણ પુરુ કરવાની છે. હાલ મંદિર નિર્માણની કામગીરી પૂર્ણ જોશથી ચાલે છે. સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ કેન્દ્રએ રચેલા ટ્રસ્ટ મારફત આ કામગીરી કરવામાં આવી રહી છે અને તે માટે ભંડોળ પણ મેળવાઈ રહ્યું છે.