ઘણા લોકો અંતરિક્ષના રહસ્યોને જાણવા અને ત્યાંના સ્પેસ સ્ટેશનને જોવા માંગે છે. આકાશ મંડળમાં સૂર્ય અને ચંદ્રમા બાદ જો કોઇ વસ્તુ વધારે ચમકે છે તો તે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છે. આવમાં રાત્રીના સમયે તેને જોવું ખુબ જ સરળ રહે છે. ભારતમાં આજે રાત્રે ત્રણ અલગ અલગ રાજ્યોના કેટલાક શહેરોથી તેને સરળતાથી જોઇ શકાશે. આ સ્પેસ સ્ટેશન ત્યારે જ જોવા મળશે જ્યારે તે આ શહેરોમાં 90 ડિગ્રી એંગલ પર હશે. આ નજારો આકાશમાં માત્ર થોડી મિનિટો માટે જ જોવા મળશે.
વૈજ્ઞાનિકો અનુસાર આ નજારો આજે રાત્રે ગુરાતના રાજકોટ અને અમદાવાદ, રાજસ્થાનના જયપુર અને દિલ્હીમાં જોવા મળષે. આ શહેરોમાં જ્યારે તે 90 ડિગ્રી એંગલ પર હશે ત્યારે તેને સરળતાથી જોઇ શકાશે. તમને જણાવી દઇએ કે, મંગળવારે રાત્રે 8 વાગીને 35 મિનિટે રાજકોટ અને અમદાવાદમાં આ સ્પેસ સ્ટેશન જોવા મળશે જ્યારે દિલ્હીમાં આ 8 વાગીને 37 મિનિટ પર જોવા મળશે.,
વૈજ્ઞાનિકો અનુસાર ભારતના ત્રણ શહેરોમાં માત્ર 6 મિનિટ સુધી આ નજારો જોવા મળશે. આ અહત્તમ અંશે વિમાન માફક જ ચમક્તુ દેખાશે પરંતુ તેની રફ્તાર વિમાનથી પણ વધુ હશે. તમને જણાવી દઇએ કે, સ્પેસ સ્ટેશન દરરોજ પૃથ્વીના 16 ચક્કર લગાવે છે. આવામાં તે સમય-સમય પર અલગ-અલગ દેશોમાં જોવા મળે છે