ગુગલ દ્વારા જીયોમાં રૂા.33737 કરોડ રોકશે: બન્ને કંપનીમાં સ્માર્ટ ફોન અને ઓપરેટીંગ સીસ્ટમ બનાવશે: જીયો ડીજીટલ પર જીયો પ્લસ ટીવી, જીયો ગ્લાસ સહિતની ડીજીટલ તથા સિંગલ કેબલ સર્વિસ લોન્ચ કરવા તૈયારી: દેશની સૌથી મોટી કંપનીની ઈ-એજીએમને ચેરમેનનું સંબોધન
મુંબઈ: દેશના સૌથી મોટા કોર્પોરેટ ગૃહ રીલાયન્સ દ્વારા આજે આગામી વર્ષના તેના મહત્વાકાંક્ષી ડીજીટલ પ્લાનની જાહેરાત કરતા રીલાયન્સ જીયો પ્લેટફોર્મ દેશમાં ફાઈવ-જી ટેલીકોમ સેવા માટે તૈયાર હોવાનું જાહેર કરતા જણાવ્યું કે સરકાર દ્વારા સ્પેકટ્રમની ફાળવણી થાય કે તુર્ત જ રીલાયન્સ જીયો દેશમાં ફાઈવ-જી ટેલીકોમ સેવા લોન્ચ કરશે.
કોરોનાના કારણે આજે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈ-એજીએમ ને સંબોધન કરતા અનેક નવા ડીજીટલ સુવિધાની સાથે એ પણ જાહેર કરાયું કે વિશ્ર્વની સૌથી મોટી ઓનલાઈન સર્ચ કંપની ગુગલ દ્વારા રીલાયન્સ જીયોમાં 7.7% શેર મુડી ખરીદી સાથે રૂા.33737 કરોડની રકમ રોકવાની જાહેરાત થઈ છે. આ સાથે રીલાયન્સ જીયો પ્લેટફોર્મ પર હવે ફેસબુકની સાથે ગુગલ પણ આવી ગયા છે અને છેલ્લા છ માસમાં જીયો પ્લેટફોર્મ પર રૂા.152,000 કરોડનું રોકાણ આવ્યું છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેર કર્યુ કે અમારુ ફાઈવ-જી પ્લેટફોર્મ પૂર્ણ રીતે સ્વદેશી છે.
આજની આ કોન્ફરન્સ જીયો-મીટ જે કલાઉડ-બેઈઝ વિડીયો કોન્ફરન્સ પ્લેટફોર્મ છે તેના પર યોજાઈ રહી છે જે ખુદ જીયો વેજ ડેવલપ કયુટ રીલાયન્સનો ક્ધઝયુમર્સ બીઝનેસ હવે કંપનીના નફામાં 49% હિસ્સો આપવા લાગ્યા છે.
રીલાયન્સ જીયો પ્લેટફોર્મનું સંચાલન સંભાળતા આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ જીયો ટીવી પ્લસ લોન્ચ કરવાની જાહેરાત કરશે જે ડીટીએસ પ્લેટફોર્મ હો અને એમેઝોન સ્યીક સહીતની સાથે લાંબા કરશે. આ ઉપરાંત આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અનુભવ માટે કંપની ફકત 75 ગ્રામના ગ્લાસન મદદથી જીયો ગ્લાસ લોન્ચ કરશે. રીલાયન્સ તેના સિંગલ કેબલની ઈન્ટરનેટ ફોર ડીટીએચ તથા જીયો હોમની સુવિધા પુરી પાડશે. જીયો હવે આગામી દિવસોમાં ગુગલની સાથે મળીને ભારતમાં પૂર્ણ દેશી સ્માર્ટફોન બનાવશે.
ઉપરાંત એક સંયુક્ત સ્માર્ટ ફોન ઓપરેશન સીસ્ટમ પણ તૈયાર કરશે. મુકેશ અંબાણીએ જાહેર કર્યુ કે રીલાયન્સ જીયો અને વોટસએપ સંયુક્ત રીતે દેશમાં કિરાના સ્ટોરનું કલ્ચર બદલીને જીયો ટીવી દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પણ હશે અને તે વોઈસ સર્ચ એનેબલ હશે.
રિલાયન્સની એજીએમમાં ફેસબુક, ગુગલના વડાનો વિડીયો મેસેજ
ભારત વિષે અમે કયારેય આટલા આશાવાદી નહોતા: પિચાઈ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભા માટે ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગ અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ વિડીયો મેસેજ પાઠવ્યા હતા. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે તે રિલાયન્સ જીયો સાથે કામ કરી ભારતીયોને ડિજીટલ ક્ષેત્રે નવી તક આપવા આતુર છે.
જિયોમાં 79થી વધુ હિસ્સા માટે રૂા.63000 કરોડના રોકાણની જાહેરાત સાથે ગુગલના સીઈઓ પિચાઈએ જણાવ્યું હતું કે ભારતમાં લોકોને ટેકનોલોજી અને તેની વાટ જોવી પડતી હતી. સ્માર્ટફોન અને એફોર્ડેબલ ડેટાથી ભારતીયોને ઓનલાઈન આવવાનું શકય બન્યું છે. ભારતના ભાવિ વિષે અમે કયારેય આટલા આશાવાદી નહોતા.