કોરોના વાયરસના કારણે લોકો હવે એકબીજાના સંપર્કથી ડરી રહ્યા છે. ખાસ કરીને રેસ્ટોરા અને હોટેલોમાં જે રસોઈયા તથા અન્ય સ્ટાફ કામ કરે છે તે કોરોના સંક્રમીત હોય શકે છે તેઓ જે ડીશ તૈયાર કરે છે અથવા તો જે સર્વિસ હોય છે તે પણ કોરોનાનું સંક્રમણ ધરાવતા હોય છે. આ સ્થિતિ વચ્ચે હવે રોબો કુકની ડીમાન્ડ વધી છે. હાલ કેટલાક સ્થળોએ તમોને વેફર મશીન જોવા મળે છે જયાં તમારી નજર સમક્ષ બટાટામાંથી ગરમાગરમ વેફર તમો મેળવી શકો છો. પરંતુ આ નવો રોબો કુક તમારા માટે બર્ગર તથા ફ્રેન્ચ ફ્રાઈ વગેરે ઓર્ડર કરી શકશો. વાઈટ કેસ્ટલ બર્ગર ચેઈને તેના આઉટપ્લેટમાં આ પ્રકારના રોબો કુક તૈનાત કરી દીધા છે જયાં તમે મોબાઈલ મારફત પણ ઓર્ડર આપી શકશો અને રેડીમેઈડ ફુડ મળી જશે