રક્ષામંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો
ફરી એક વાર મોદી સરકારે સુરક્ષા દળોનું બળ વધાર્યું છે, અને સેનાને ૩૦૦ કરોડ સુધી મૂળીગત ખરીદીનો વિષેશ અધિકાર આપ્યો છે.
પૂર્વ લદ્દાખમાં ચીન સાથેની ગતિવિધિને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયે બુધવારે ઉભરાતી ઇમરજન્સી અભિયાનગત કામગીરીની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ત્રણે સૈન્ય 300 કરોડ રૂપિયા સુધીની મૂડીગત ખરીદીને મંજૂરી આપી છે.
અધિકારીઓએ કહ્યું કે ખરીદીથી સંબંધિત વસ્તુઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી અને કટોકટી આવશ્યકતા વર્ગ હેઠળ દરેક ખરીદી રૂ. 300 કરોડની મજૂરી આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં રક્ષા ખરીદ પરિષદ (ડીએસી) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "ડીએસીએ 300 કરોડ રૂપિયા સુધીની તાત્કાલિક મૂડીગત ખરીદી સાથે જોડાયેલા કેસો આગળ ધપાવવા માટે સશસ્ત્ર દળોને સશક્ત બનાવ્યા છે. જેથી તેઓ તેમની કટોકટી કામગીરીની જરૂરિયાતો પૂરી કરી શકે."
વધુમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય પછી ખરીદીની સમયમર્યાદા ઘટાડવામાં આવશે અને આ છ મહિનાની અંદર ખરીદી માટે ઓર્ડર આપવાની અને એક વર્ષમાં સંબંધિત વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તર સરહદો પર હાલની સુરક્ષા પરિસ્થિતિ અને દેશની સરહદોની સુરક્ષા માટે સશસ્ત્ર સૈન્યને મજબુત બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડીએસીની એક ખાસ બેઠક મળી હતી.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ત્રણેય સૈન્ય દળોએ પૂર્વી લદ્દાકમાં ચીન સાથેના અંતરાય વચ્ચે વિવિધ સૈન્ય સાધનો, શસ્ત્રો અને લશ્કરી પ્રણાલીઓની ખરીદી શરૂ કરી છે