ગુજરાતમાં શુક્રવારે સરકાર શિક્ષકોના ગ્રેડ ડાઉન કરવાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન સામે ઝૂકીને તેમનો પગાર ઘટાડો મોકૂફ રાખ્યો છે. ત્યારે આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર સામે પ્રાથમિક શિક્ષકો બાદ રાજ્યના પોલીસ કર્મીઓએ પોતાના ગ્રેડ-પે મુદ્દે આંદોલન છેડ્યું છે.
સરકાર સામે ફરી એકવાર કપરાં ચઢાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં સરકાર સામે વધુ એક ડિજિટલ આંદોલન પોલીસ કર્મીઓએ છેડ્યું છે. પોલીસ કર્મીઓએ સરકાર સામે 2800 ગ્રેડ પે આપવા માંગણી કરી છે. તેમને સવાલો વેધક છે, તેઓ સરકારને જણાવી રહ્યા છે કે, ‘અમે કોઈ એક પણ રજા લેતા નથી છતાં અન્યાય કેમ?’
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતભરના પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પગારનો ગ્રેડ ઓછો હોવાથી તેઓ સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ દર્શાવ્યો છે. હવે પોલીસનું 2800 ગ્રેડ પે આંદોલન સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયાનો ગ્રેડ મળે છે અને હેડ કોન્સ્ટેબલને 2000 રૂપિયાનો ગ્રેડ મળે છે. આ ગ્રેડમાં વધારા માટે હવે પોલીસ મેદાને છે.
જાણો શું છે સમગ્ર મામલો?
ગુજરાતના જાણીતા પોલીસ વિભાગે હવે ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. શિક્ષકોના ડિજિટલ આંદોલનની ભવ્ય સફળતા બાદ પોલીસ કર્મીઓએ પણ સોશિયલ મીડિયા દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે કોન્સ્ટેબલને 2800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 3,600 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે અને એએસઆઈને 2,400 રૂપિયાના ગ્રેડ પે સામે 4400 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે. પોલીસ કર્મીઓ સરકારને જણાવી રહ્યા છે કે, ‘અમે કોઈ એક પણ રજા લેતા નથી છતાં અન્યાય કેમ?’, અમારી સમસ્યા અનેક છે પરંતુ તેમની સમસ્યા રજૂ કરવા માટે કોઈ યૂનિયન નથી