કોરોના વાયરસની ઝપટમાં લગભગ સમગ્ર વિશ્વ છે. આ બીમારીના લીધે લાખો લોકોના મોત થયા છે. તેને માનવ ઇતિહાસની સૌથી મોટી ત્રાસદી અને મહામારી કહેવામાં આવી રહ્યી છે. આવી સ્થિતિમાં બધા દેશોના વૈજ્ઞાનિકો કિલર કોરોના રસી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા દેશો તેની નજીક પહોંચી ગયા છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં વિશ્વમાં આ રોગનો સામનો કરવા માટેની રસી મળી શકે છે.
ઓક્સફર્ડની રસી 1,000 માં મળશે!
વિશ્વને કોરોનાની મહામારીથી બચાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દરમ્યાન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાઝેનેકાની રસીના 1 અબજ ડોઝ બનાવવાની વાત કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતમાં રસીનું ટ્રાયલ આવતા મહિને શરૂ થશે. તેમણે કહ્યું કે આ રસીના ભાવનું ધ્યાન રાખવામાં આવશે અને તે 1000 રૂપિયાથી પણ ઓછા સમયમાં ભારતમાં ઉપલબ્ધ થશે.
ભારતમાં પણ રસી અંગે મોટી તૈયારીઓ
દેશની સૌથી મોટી હોસ્પિટલ એઈમ્સમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. એઇમ્સ દિલ્હી દેશની 12 જગ્યાઓમાંથી એક છે જ્યાં Covaxinનું ટ્રાયલ ચાલી રહ્યું છે. અહીંની સેમ્પલ સાઇઝ આખા દેશમાં સૌથી મોટી છે આથી અહીંનું પરિણામ આખા રિસર્ચની દિશા નક્કી કરશે. એઇમ્સ પટના અને રોહતક પીજીઆઈ પર પહેલેથી જ રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ગોવામાં આજથી ટ્રાયલની પ્રક્રિયા શરૂ થઈ રહી છે.
WHOના નિષ્ણાત એ કહ્યું – 2021 પહેલાં રસી નથી
જીવલેણ કોરોના વાયરસને હરાવામાં લાગેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના નિષ્ણાંતે એક ઝાટકો આપ્યો છે. WHOના ઇમરજન્સી પ્રોગ્રામના વડા, માઇક રેયાને કહ્યું છે કે કોરોના વેક્સીનનું ટ્રાયલ અત્યારે છેલ્લાં તબક્કામાં છે પરંતુ તેનો ઉપયોગ 2021 પહેલાં શરૂ થવાની સંભાવના નથી. તેમણે કહ્યું કે આપણે સારી પ્રગતિ કરી રહ્યા છીએ. ઘણી રસીઓનું ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચાલુ છે અને જ્યાં સુધી સલામતી અને ઇમ્યુન સિસ્ટમ ડેવલપ કરવાની વાત છે તો હજી સુધી કોઇ નિષ્ફળ થયું નથી.
વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદકતા કંપનીની તૈયારી
વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) આગામી મહિનાથી મનુષ્ય પર કોરોના રસીનું ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ વર્ષના અંત સુધીમાં રસી તૈયાર કરવાની અપેક્ષા રાખી છે. એસઆઈઆઈએ રસી બનાવવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે જોડાણ કરી લીધું છે અને રસીના કેટલાંક કેન્ડિડેટ્સ પર પણ કામ કરી રહી છે. એસ્ટ્રાઝેનેકા સાથે મળીને તેણે ઓક્સફોર્ડના 1 અબજ ડોઝની રસી પૂરી પાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
ચીન પણ રસીની રેસમાં
ચીન પણ કોરોના રસીની રેસમાં છે. ઘણી વખત ડ્રેગને દાવો કર્યો છે કે તેની રસી શ્રેષ્ઠ હશે. યુ.એસ. થી લઇ યુ.કે. સુધી રસી સંશોધન એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યું છે. વિશ્વના ટોચના 20 કોવિડ-19 રસીમાંથી આઠ ચીનની છે. ત્યાંની ત્રણ રસી ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે.