કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે અનલોક-3ની જાહેર કરેલી ગાઈડલાઈન્સ સંદર્ભે એક બેઠક યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક-3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકાર અભ્યાસ કરશે, ત્યારબાદ રાજ્યમાં શું ખોલવાના અને શું બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવશે.
તમને જણાવીએ કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સનો ગુજરાતમાં 1 ઓગસ્ટથી અમલવારી શરૂ કરી દેવામાં આવશે. પરંતુ રાજ્યની પરિસ્થિતિ જોતા વેપાર-ધંધા અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. રાત્રિ કર્ફ્યૂ અંગે પણ સત્તાવાર જાહેરાતની સંભાવના સેવવામાં આવી રહી છે. જોકે વેપાર-ધંધા કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવા તેનો નિર્ણય પણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાત્રી કર્ફ્યું દૂર કર્યો છે. પરંતુ ગુજરાતમાં તેનો અમલ કેવી રીતે કરવો તેનો પણ હાઈપાવર કમિટીમાં ચર્ચા વિચારણા કરી સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના પણ જોવામાં આવી રહી છે.
અત્રે જણાવવાનું કે ગઈ કાલે એટલે બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-3ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ સરકારે નાઇટ કર્ફ્યૂંને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે. સરકારે કહ્યું કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે યોજવામાં આવશે. આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જેમ કે માસ્ક પહેરવું.
શું બંધ રહેશે?
સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ આગામી 1થી 31 ઑગસ્ટ દરમિયાન આ નિયમો લાગુ પડશે. શાળા-કૉલેજો, સ્વિમિંગ પુલ, સિનેમા હોલ બંધ રહેશે. ટ્યુશન ક્લાસ, કોચિંગ ક્લાસીસ બંધ રહેશે. 31 ઓગસ્ટ સુધી સ્કૂલ – કોલેજ બંધ રહેશે. આ ઉપરાંત ઑડિટોરિયમ અને એમેમ્બલી હોલ પણ બંધ રહેશે. મેટ્રો ટ્રેઇન, બાગ-બગીચા, બાર, શાળા કૉલેજો બંધ જ રહેશે. જાહેર કે ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય અને ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે, સરકારની જાહેરાત મુજબ 1 ઑગસ્ટથી દેશભરમાં રાત્રિનો કર્ફ્યૂ નહીં રહે. આ ઉપરાંત સોશિયલ/રાજકીય/રમત-ગમત/એન્ટરટેઈનમેન્ટ/શૈક્ષણિક/સાંસ્કૃતિક/ધાર્મિક કાર્યક્રમો તથા એવા કાર્યક્રમો કે જેમાં વિશાળ જનમેદની ભેગી થાય તેમ હોય ત્યાં પણ મંજુરી નહીં.
શું ખુલશે?
સરકારની ગાઇડલાઇન મુજબ આ મહિનામાં આતંરાષ્ટ્રીય પ્રવાસ માટે પણ હજુ રાહ જોવી પડશે. જોકે, ગાઇડલાઇન અનુસરીને લોકો 15મી ઑગસ્ટની ઉજવણી કરી શકશે. આ નવી ગાઈડલાઈન પ્રમાણે દેશભરમાંથી નાઈટ કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે તેમના કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની પરવાનગી આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં કઈ છુટછાટ આપવામાં નહીં આવે. જોકે, રાજય સરકારને વિસ્તારો અને કેસની સંખ્યાને જોતા કર્ફ્યૂ સહિતના નિર્ણયો લેવાની છુટ આપવામાં આવી છે.
અનલોક-૩ની ગાઈડલાઈન
– રાત્રી કરફ્યૂ દૂર કરવામાં આવશે, લોકો ઉપર કોઈ પ્રતિબંધ નહીં રહે.
– યોગા સેન્ટરર્સ અને જિમ્નેશિયમ પાંચ ઓગસ્ટથી ખોલી શકાશે. આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું અનુસરણ કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે.
– સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરતું પાલન કરવું પડશે. આ માટે એસઓપીનું પાલન કરીને જ ઉજવણી કરવા દેવાશે.
– શાળા, કોલોજો, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ ક્લાસિસ ૩૧ ઓગસ્ટ સુધી બંધ રહેશે.
– વંદે ભારત મિશન હેઠળ મર્યાદિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ભારત આવવા દેવાશે. તેના માટે એરલાઈન્સ દ્વારા ગાઈડલાઈન્સ અનુસરવામાં આવશે.
– કન્ટેન્મેન્ટ ઝોન અને રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં જ ઉપરોક્ત સુવિધાઓ અને સેવાઓ ચાલુ કરવામાં આવશે