હાર્દિક શાહ અગાઉ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં લાંબા સમય સુધી સેવા આપી ચુક્યા છે
ગુજરાત કેડરના IAS અધિકારીની વડાપ્રધાન મોદીના અંગત સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ગુજરાત નિયંત્રણ બોર્ડમાં લાંબા સમય સુધી સેવા આપનાર હાર્દિક સતીષચંદ્ર શાહને આ નિમણૂક અપાઈ છે.
હાર્દિક શાહ ગુજરાત કેડરના 2010ની બેચના IAS અધિકારી છે. મહત્વનું છે કે, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ હાર્દિક શાહને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરના પર્સનલ સેક્રેટરી પદે નિયુક્તિ આપવામાં આવી હતી.
હાલ તેઓ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) માં ડેપ્યુટી સેક્રેટરી હતા. હવે નિયુક્તિ થતા અંગત સચિવ તરીકેની જવાબદારી સંભાળશે.