પરિવારજનોને 2 લાખ, ઇજાગ્રસ્તોને 50 હજાર સહાય અપાશે
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગે તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા છે.
તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.