દેશમાં સાડા ત્રણ દાયકા બાદ લાગુ નવી શિક્ષણ નીતિ અંગે વડાપ્રધાનનું સંબોધન: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્ટુડન્ટ એજયુકેશન અને ડિગ્નીટી ઓફ લેબર પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે: નવી શિક્ષણ નીતિ નવા ભારતની આધારશિલા તૈયાર કરશે: પીએમ
જયારે આપ ગામડામાં જાઓ, ખેડૂતને, મજુરને, શ્રમિકોને કામ કરતા જુઓ ત્યારે તો તેના બારામાં સમજી શકયો. તેમના શ્રમનું સન્માન કરતા શીખશો એટલે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સ્ટુડન્ટ એજયુકેશન અને ડિગ્નીટી ઓફ લેબર પર ઘણું જ કામ કરાયું છે...’ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની નવી શિક્ષણનીતિને લઈને દેશવાસીઓને સંબોધન દરમિયાન દેશમાં 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિને મંજુરી મળે છે.
ત્યારે તેને લઈને ચર્ચા અંતર્ગત આયોજીત સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી થઈ રહેલા વિચાર વિમર્શ અને લાખો સૂચના પર મંથન કર્યા બાદ નવી શિક્ષણ નીતિને મંજુર કરવામાં આવી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. અલગ અલગ ક્ષેત્રો અને વિચારધારાઓના લોકો આ મુદે પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજે જયારે નર્સરીને બાળક પણ નવી ટેકનીકના બારામાં ભણશે તો તેણે ભવિષ્યની તૈયારી કરવામાં સરળતા રહેશે. કેયલાય દાયકાઓથી શિક્ષણ નીતિમાં ફેરફાર નહોતા થયા, એથી સમાજમાં ગાડરિયા પ્રવાહને પ્રોત્સાહન મળતું હતું, કયારેક ડોકટર, એન્જીનીયર, વકીલ બનવાની હોડ મચી હતી. હવે યુવાનો ક્રિએટીવ વિચારોને આગળ વધારી શકશે. હવે માત્ર ભણતર જ નહીં. બલ્કે વર્કીંગ કલ્ચરને પણ ડેવલપ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચમા ધોરણ સુધી બાળક પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકશે. હવે એ પ્રયાસ કરવામાં આવશે કે બાળકને શીખવા માટે ઈન્કવાયરી બેઝુડ, ડિસ્કવરી બેઝડ, ડિસ્કસન બેઝડ અને એનાલિસિસ બેઝડ પદ્ધતિ પર જોર આપવામાં આવશે.
મોદીએ નવી શિક્ષણ નીતિ અંતર્ગત સંબોધનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી આપણી શિક્ષણ વ્યવસ્થા છે તેમ વ્હોટ ટુ થિંક પર ફોકસ થાય છે જયારે આ નવી શિક્ષણ નીતિમાં હાઉ ટુ થીંક પર જોર આપવામાં આવ્યુ છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે એ બાબતે કોઈ વિવાદ નથી કે બાળકના ઘરની બોલી અને સ્કુલમાં ભણતરની ભાષા એક જ હોવાથી બાળક ઝડપથી શીખી શકે છે. આથી જ ધો.5 સુધી માતૃભાષામાં શિક્ષણ પર સહમતી સધાઈ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે જડથી જગ સુધી, મનુજથી માનવતા સુધી, અતીતથી આધુનિકતા સુધી દરેક બિંદુઓનો સમાવેશ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સ્વરૂપ નકકી કરવામાં આવ્યું છે.
મોદીએ કહ્યું હતું કે આજ ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ પણ છે. તેઓ કહેતા હતા ઉચ્ચતમ શિક્ષણ એ છે જે આપણને માત્ર જાણકારી જ નથી આપતી, બલકે અમારા જીવનને સમસ્ત અસ્તિત્વ સાથે સદભાવમાં લાવે છે. નિશ્ચિત રીથે તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું બૃહદ લક્ષ્ય આ બાબત સાજોડાયેલું છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આપણા વિદ્યાર્થીઓમાં, આપણા યુવાનોમાં ક્રિટીકલ અને ઈનોવેટીવ એબીલીયી કેવી રીતે વિકસીત થઈ શકે? જયાં સુધી આપણા શિક્ષણમાં પેશન ન હોય, ફિલોસોફી ઓફ એજયુકેશનના હોય, પર્પઝ ઓફ એજયુકેશન ન હોય ત્યાં સુધી આ શકય ન બને.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે દેશભરમાં નવી શિક્ષણ નીતિની વ્યાપક ચર્ચા થઈ રહી છે. અલગ અલગ ક્ષેત્રના જુદી જુદી વિચારધારાના લોકો પોતાના વ્યુઝ આપી રહ્યા છે. આ એક હેલ્ધી ડિબેટ છે, એ જેટલી થશે એટલો દેશને શિક્ષણ વ્યવસ્થાને લાભ મળશે.