આ વેકિસન સીધી ત્યાં જ કામ કરશે જયાંથી કોરોના શરીરમાં પ્રવેશે છે
કોરોના વાઇરસની અસર ઓછી કરવા તેને મટાડવા દુનિયાભરમાં દવા કંપનીઓ વેકિસન બનાવવામાં લાગી થઇ છે.
કોરોનાની તપાસ માટે સેમ્પલ નાકમાંથી લેવામાં આવે છે. ત્યારે કેટલીક કંપનીઓ નાક દ્વારા શરીરમાં નાખી શકાય તેવી વેકિસન તૈયાર કરી રહી છે.મોટે ભાગે વેકિસન મોં વાટે કે ઇન્જેકશનથી શરીરમાં નાખવામાં આવે છે.
આ વેકિસન નાકમાં સ્પ્રે કરી શકાય છે. અથવા એરોસોલ ડિલીવરીના માધ્યમથી પણ આપી શકાય છે.
ઓકફસફર્ડ યુનિવર્સિટી, ઇમ્પિરિયલ કોલેજ અને યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પણ નાકમાં મ્યુકસથી કોવિડ-19 ને ખતમ કરવા માટે નેસલ વેકિસન તૈયાર કરી રહયા છે.
યુનિવર્સિટી ઓફ એરિઝોનાના ઇમ્યુનોલોજિસ્ટ દીપ્તા ભટ્ટાચાર્યે જણાવ્યુ હતું કે નાકથી નાખવામાં આવતી વેકિસન સોઇ વાળી વેકિસનથી વધારે બહેતર હોઇ શકે છે. કારણકે તે સીધી એ જગ્યાએ કામ કરવું શરૂ કરી દે છે જયાંથી કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશ કરે છે.
હાલમાં ભારત સહિત અમેરિકા, કેનેડા, નેધરલેન્ડ, ફિનલેન્ડમાં નાકથી અપાતી નેસલ વેકિસન બનાવાઇ રહી છે. નેસલ વેકિસન પીડિત વ્યકિતને નાકથી આપવામાં આવે છે.
જયારે આ દવા શરીરમાં જાય છે તો તત્કાલ શરીરમાં ફલુની સામે લડવા માટે એન્ટીબોટીઝ બનાવે છે. આ વખત યોશિ હીરો કાવા ઓકાએ એમટુએસઆર દવાની અંદર કોરોના વાઇરસ કોવિડ-19ની જીન સિકવન્સ મેળવી દીધી છે.