બને તેટલી કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો, તેના માટે તમારે સાંસદ કે ધારાસભ્ય કે કોર્પોરેટર હોવવું જરૂરી નથી : ચૂંટણી ની ટિકિટ મેરીટ આધારિત મળશે, ગોડ ફાધર ની ભલામણ આવશે તો ટિકિટ નહિ મળે - મેરીટ ઘટશે
હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ - નવસારીના સાંસદ સી.આર.પાટીલ નું આજે રાજકોટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગોંડલ ચોકડી થી બાઈક રેલી પણ યોજવામાં આવી હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમનો સૌરાષ્ટ્ર પ્રવાસ સોમનાથ મહાદેવના દર્શન કરતાં સાથે કર્યો હતો. ત્યારબાદ આજે તેઓ ખોડલધામ ગયા જ્યાં તેમના રજતતુલા કરવામાં આવી, આ સાથે ખોડલધામ સંકુલમાં કોઈ પણ રાજકીય આગેવાન ની રજત તુલા થવી તે પ્રથમ ઘટના બની. ત્યારબાદ ગોંડલ થઈ રાજકોટ આવી પહોંચ્યા. રાજકોટમાં બાઈક રેલી બાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત અભિવાદન સમારોહ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના સંબોધન ના મહત્વના અંશો :
- દેશમાં સૌથી વધુ લીડ થી ચૂંટણી જીત્યા :
સૌપ્રથમ તેમને જણાવ્યું કે તેઓ ૨૦૦૯માં ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ લીડ થી સાંસદ તરીકે ચૂંટાયા હતા, ૨૦૧૪માં દેશમાં ત્રીજા નંબરે તેઓ તોતિંગ લીડ મળી હતી અને ૨૦૧૯માં તેઓ સમગ્ર દેશમાં સૌથી વધુ લીડ થી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેના માટે તેઓએ નવસારીના તમામ કાર્યકરોનો આભાર માન્યો.
- પેજ પ્રમુખ અને પેજ સમિતિ ની રચના :
આ લીડ પેજ પ્રમુખ અને પેજ સમિતિ બનાવવા થી હાંસલ થઈ છે. તેઓએ જણાવ્યું કે જેટલાં પણ હોલમાં ઉપસ્થિત લોકો કે જેઓ તમામ પેજ પ્રમુખ છે અગર તેઓ પેજ સમિતિ બનાવે અને તે પેજ પર આવેલ ૩૦ મતદારો કે પછી ૧૦ ઘરનું ધ્યાન રાખે તો કોઈ પણ ચૂંટણી જીતવી આસાન થઈ જાય. આટલું જ નહિ, આવનારા ત્રણ દિવસમાં પેજ સમિતિ બનાવી શહેર પ્રમુખને સોંપવા તાકીદ પણ કરી.
- આવનારી કોર્પોરેશન ચૂંટણી માટે સંભવત ઉમેદવાર માટેની સૂચના :
સી.આર.પાટીલે તમામ ઉપસ્થિત ભાજપના કાર્યકરો - આગેવાનોને જણાવ્યું કે જે કોઈને આગામી મહાનગરપાલિકા ની ચટણી લડવા ઈચ્છુક છે તેઓએ તે જે વોર્ડમાં રહે છે અને જે તે બૂથમાં છેલ્લી ચાર ચૂંટણીમાં કેટલી લીડ મળી તે આધારે નક્કી થશે. તેની કામગીરી આધારિત ટિકિટ મળશે. જે કોઈ ભલામણ સાથે આવશે તેને ટિકિટ નહિ મળે, પછી તે મુખ્યમંત્રી ની ભલામણ હશે તો પણ નહિ મળે. તેઓએ જણાવ્યું હતું કે ગોડ ફાધર ની ભલામણ આવશે તો મેરીટ ઘટશે, નહિ ભલામણ આવે તો મેરીટ વધશે. તમામ ઇચ્છુક વ્યક્તિઓના પોતાની વોર્ડ અને બૂથમાં કેવી કામગીરી રહી છે તે ડેટા આધારિત ટિકિટ મળશે.
- કેન્દ્ર - રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો :
વડાપ્રધાન મોદીએ ૪૦૦ જેટલો યોજનાઓની જાહેરાત કરી છે, જેમાંથી ૬૦ જેટલો યોજનાઓ સીધી લોકો સુધી પહોંચી શકે છે. અને આ તમામ યોજનાઓ ની માહિતી પહોંચાડવા અથવા મદદરૂપ થવા માટે તમારે સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટર હોવવુ જરૂરી નથી. ભાજપના પ્રાથમિક સભ્ય પણ લાભાર્થીઓ સુધી આ તમામ સરકારી યોજનાઓ પહોંચાડી શકે છે. આ ઉપરાંત તેમને કહ્યું કે જ્યારે કોઈનો જન્મદિવસ હોય તો ફકત સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકવાં ના બદલે કોઈને સરકારી યોજના ની લાભ આપવો અને તે પોસ્ટ મૂકશો તો વધુ લોકો સુધી તમારો મેસેજ પહોંચશે અને લોકો યાદ રાખશે. વિધવા સહાય યોજના, વડાપ્રધાન વીમા યોજના જે ફકત રૂ.૧૨માં રૂ.૨ લાખનો વીમો અપાવે છે. આ ઉપરાંત દસ વર્ષથી નાની દીકરી માટે સુકન્યા યોજના વગેરે નો ઉલ્લેખ કર્યો હતો.
- જૂથવાદ નેતાઓ કરે છે, કાર્યકરો નહિ : સી.આર.પાટીલે ટકોર કરતા કહ્યું કે નેતાઓ જૂથવાદ કરતા હોય છે અને કાર્યકરોને એક જૂથમાં વ્હેચે છે. તેથી જ્યારે જૂથવાદ થાય છે ત્યારે નબળા ઉમેદવાર જીત મેળવે સાશન કરે છે. આ સાથે તેમણે મનમોહન સિંહનો દાખલો આપ્યો કે જેઓ લોકસભામાં સભ્ય પણ ન હતા પરંતુ કોંગ્રેસના આંતરિક જૂથવાદ કારણે તેઓ દસ વર્ષ માટે વડાપ્રધાન રહ્યા. ભાજપમાં આંતરિક જૂથવાદ નેતાઓ કરતા હોય છે, ત્યારે કાર્યકરોએ તેમાં ન જોડાવવાનો સંકલ્પ લેવડાવ્યો. પાટીલે કહ્યું કે કાર્યકરોનો કોઈ ફાયદો નથી થયો, ઉપરાંત નેતાઓ નો જ ફાયદો થાય છે.