ચંદ્રયાન-2 એ ચાંદની કક્ષામાં પરિક્રમા કરતા એક વર્ષ પૂરું કરી લીધું છે. આ અવસર પર અંતરિક્ષ એજન્સી ઇસરો એ મિશન સાથે જોડાયેલા પ્રારંભિક ડેટા સેટ કરતાં કહ્યું કે ભલે વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગમાં અસફળ રહ્યું પરંતુ ઓર્બિટરે ચંદ્રમાની ચારેબાજુ 4400 પરિક્રમા પૂરી કરી લીધી છે અને તમામ આઠ ઓન-બોર્ડ સાધન સારું પ્રદર્શન કરી રહ્યા છે. જે દરેક ભારતીયો માટે ગૌરવ થાય તેવા સમાચાર છે. ઓર્બિટરમાં ઉચ્ચ તકનીકવાળા કેમેરા લાગેલા છે જેથી કરીને ચંદ્રની બહારનું વાતાવરણ અને તેની સપાટી અંગેની માહિતી મેળવી શકાય.
ઇસરોએ કહ્યું કે ચંદ્રયાન -2 પાસે સાત વર્ષના સંચાલન માટે પૂરતું બળતણ છે. અંતરિક્ષ યાન સંપૂર્ણ રીતે સારું છે અને તેની તમામ પેટા પ્રણાલીઓનું પ્રદર્શનસામાન્ય છે. ઓર્બિટરને ઓએમ મેન્યોવરની સાથે 100 +/- 25 કિલોમીટરની ધ્રુવીય ભ્રમણકક્ષા (ધ્રુવો સાથે ચંદ્રનું પરિભ્રમણ)માં બનાવી રાખવામાં આવી રહ્યા છે. અંતરિક્ષ એજન્સીના મતે જ્યારે કોઈ ઉપગ્રહ અથવા અવકાશયાન કોઈ ચોક્કસ ભ્રમણકક્ષામાં અવકાશમાં હોય છે ત્યારે તે ચોક્કસ સપાટી પર જોરશોરથી હલે છે અને નક્કી માર્ગથી થોડાક મીટર અથવા થોડા કિલોમીટર આગળ વધી જાય છે.
ઇસરોએ કહ્યું છે કે આઠ વૈજ્ઞાનિક પેલોડનો ઉપયોગ ઓન-બોર્ડ પર વધુ સારી રીતે કરી રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો આનો અર્થ એ છે કે ચંદ્રની સપાટી પરનો પ્રકાશ સૂર્યની સ્થિતિના આધારે સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ રહેશે. તેથીજ્યારે નબળા પ્રકાશને કારણે પરંપરાગત ઇમેજિંગ કેમેરા ચિત્રો લેવામાં અસમર્થ હોય છે ત્યારે ઇસરો ચંદ્રની તસવીરો લેવા અને તેનો અભ્યાસ કરવા માટે ઘણા ઉપકરણોનો ઉપયોગ કરે છે.
ઇસરોના જણાવ્યા અનુસાર ટેરેન મેપિંગ કેમેરા 2 ફોટા ખેંચવામાં સફળ રહ્યું છે, ગયા વર્ષની તુલનામાં 220 ભ્રમણકક્ષા દરમ્યાન ચંદ્રના વિસ્તારની લગભગ 4 મિલિયન વર્ગ કિલોમીટરની તસવીરો લેવામાં સક્ષમ રહ્યું છે. TMC-2ને હાઇરિઝોલ્યુશનવાળે કેમેરા કહેવાય છે. જે હાલમાં ચંદ્રની ચારેયબાજુ કક્ષામાં છે. આ તસવીરો પરથી વૈજ્ઞાનિકોને ચંદ્રનો અભ્યાસ કરવામાં ઘણી સહાયતા મળશે.
ભારતના બીજા ચંદ્ર અભિયાન ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ 22 જુલાઇ 2019ના રોજ કરાયું હતું અને એક વર્ષ પહેલાં એટલે કે 20મી ઑગસ્ટના રોજ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર લેન્ડિંગ દરમ્યાન વિક્રમનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. જો કે બાદમાં ખબર પડી કે વિક્રમે ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કર્યું છે. આ મિશનને ભૌગોલિક સ્થિતિ, ખનીજ વિજ્ઞાન, રાસાયણિક સંરચના, થર્મો-ભૌતિક વિશેષતાઓ અને લૂનર એક્સોસ્ફીયર પર વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરવાના ઉદ્દેશની સાથે લોન્ચ કરાયું હતું.
ભારતના પહેલાં ચંદ્ર મિશન ચંદ્રયાન-1ને ચંદ્રની સપાટી પર મોટી માત્રામાં પાણી અને ઉપ-સતહ ધ્રુવીય પાણી-બરફના સંકેત શોધવાનો શ્રેય જાય છે. ઇસરો ચંદ્રયાન-3 પર પણ કામ કરી રહ્યું છે અને તેને 2021 કે ત્યારબાદ લોન્ચ કરવાની સંભાવના છે.