મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ચુકાદો: મોટર વ્હીકલ એકટ કેન્દ્રનો કાનૂન: રાજયને તેમાં કોઈ ખાસ જોગવાઈની છૂટ નથી
મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મહત્વના ચૂકાદામાં નવા વાહનોના રજીસ્ટ્રેશન સમયે જે ખાસ નંબરથી ફાળવણી ઉચી બીડ મંગાવીને કરવામાં આવે છે તેને મોટર વ્હીકલ એકટ હેઠળ ગેરકાનુની જારી કરતા રાજયોને આ પ્રકારે ખાસ ફી લઈને પસંદગીના નંબરો ફાળવવાની કોઈ સતા નથી તેવું સ્વાગત કર્યુ હતું.
દેશમાં મોટર સહિતના વાહનોમાં ખાસ વીવીઆઈપી નંબર માટે જબરો ક્રેઝ છે અને ગુજરાત સહિતના રાજયોના વાહન વ્યવહાર વિભાગ તેનો લાભ ઉઠાવવા આ પ્રકારના પસંદગીના નંબર ફાળવવા માટે ખાસ બીડ મંગાવે છે અને તેમાં જે સૌથી વધુ રકમ વધારા ફી તરીકે ચૂકવવા તૈયાર હોય તેને આ નંબર ફાળવવામાં આવે છે.
કેટલાક માટે નંબર-1-111 કે તેવા સ્ટેટસ સિમ્બોલ ધરાવતા નંબર હોય છે. અનેક લોકો તેમના દરેક વાહનોના નંબર એક સરખા રહે તે માટે આ રકમ ચૂકવતા હોય છે તો કેટલાક આ પ્રકારના નંબરને તેમના માટે ‘લકી’ નંબર તરીકે પણ સ્વીકારીને મેળવવા માટે પણ ઉંચી બીડ ચૂકવે છે. પરંતુ મધ્યપ્રદેશ હાઈકોર્ટ આ પ્રકારના ખાસ નંબર માટેની પ્રક્રિયાને મોટર વ્હીકલ એકટ હેઠળ ગેરકાનુની ગણાવી હતી અને આ રીતે ‘અનામત’ કે તેવી પ્રક્રિયાથી ચોકકસ નંબર અલગ કરીને તે ફાળવવા માટે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. ચૂકાદામાં રાજય સરકારની આ પ્રકારે નંબર ફાળવવાના પરિપત્રને રદ જાહેર કર્યો હતો.
હાઈકોર્ટે જણાવ્યું કે, મધ્યપ્રદેશ સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટ 1988ની ધારા 41 જે વાહનોની નોંધણી અંગેન છે તેના વિરુદ્ધનો આ પરિપત્ર છે જે રદ થાય છે. આ ચૂકાદામાં જણાવ્યું કે વાહનોના રજીસ્ટ્રેશન માટેના નિયમો કેન્દ્ર દ્વારા નિર્ધારિત થાય છે. રાજય સરકારે ફકત તે પ્રક્રિયા કરવાની હોય છે અને તેમાં કોઈ ખાસ સવલત કે વધારાની ફી એ રાજયનો અધિકાર નથી.