ગુજરાતમાં સતત થઈ રહેલા વરસાદના કારણે નદીઓ તોફાને ચડી છે. દરેક સ્થળે પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. તમામ તકલીફો વચ્ચે એક શાંતિ આપનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યો છે. વરસાદની વચ્ચે મોઢેરાના સૂર્ય મંદિરનો એક આહ્લાદક નજારો જોવા મળ્યો.
મોઢેરાના સૂર્ય મંદિરનો વીડિયો ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યુ કે મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના કારણે શાનદાર જોવા મળી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેટલાક જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. પરિસ્થિતિ બગડ્યા બાદ જળાશયોના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે.
કચ્છમાં કેટલાય દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેની અસર અન્ય વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. સમગ્ર કચ્છ શહેર સમુદ્રમાં બદલાઈ ગયુ છે. ગાડીઓ તરતી જોવા મળી રહી છે. ગીર સોમનાથમાં પણ ભારે વરસાદનુ તાંડવ જોવા મળી રહ્યુ છે. પરિસ્થિતિ એટલી બેકાબૂ થઈ ગઈ છે કે રાવલ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. મૂશળધાર વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થવા લાગ્યો તે આના પાંચ ગેટ ખોલવા પડ્યા.
રાવલ ડેમ ખોલવાના કારણે વહીવટીતંત્રએ 18 ગામમાં એલર્ટ જારી કરી દીધુ છે. ગીર સોમનાથના તમામ ડેમની એકસરખી પરિસ્થિતિ છે. મોરબી જિલ્લાની પણ હાલત ખરાબ છે. મોરબી અને કચ્છને જોડનારો નેશનલ હાઈવે 27 ડૂબી ચૂક્યો છે. જેના કારણે અવર-જવર બંધ કરી દેવાઈ છે. અહીં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.
રાજકોટમાં પણ આકાશી આફત બેહિસાબ છે. ભારે વરસાદ બાદ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ડેમ ભરાઈ ચૂક્યા છે. જળાશયોમાં જળસ્તર વધવાનું જોખમ અનુભવ્યા બાદ વહીવટીતંત્ર એક-એક કરીને દરવાજા ખોલી રહ્યા છે. સોમવારે મોજ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. રાજકોટના સ્વામી નારાયણ મંદિરના પાછળના ભાગમાં પાણી જ પાણી ભરાઈ ગયુ છે.