-NDAનું શાસન નથી એવા 7 રાજ્યો કોરોનાના કારણે NEET-JEE ટાળવાની માંગ કરી રહ્યાં છે
-મોદીને પત્ર લખનારા શિક્ષકોએ કહ્યું- લાખો વિદ્યાર્થીઓની કેરિયર અટકી ગઈ છે
NEET-JEEની પરીક્ષાઓને લઈને દેશ-વિદેશ યુનિવર્સિટીના 150 શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે આ પરીક્ષાઓમાં વધુ મોડું થયું તો તે વિદ્યાર્થીઓના કેરિયરની સાથે સમાધાન થશે. કેટલાક લોકો તેમના રાજકીય એજન્ડના પગલે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત રમી રહ્યાં છે.
એડ્મિશન અને ક્લાસિસ પર આશંકાઓ દૂર કરવી જરૂરી
ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે, યુવા અને વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, પરંતુ કોરોના મહામારીના કારણે તેમની કેરિયર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એડ્મિશન અને ક્લાસ વિશે બહુ જ આશંકાઓ છે જે ઝડપથી દૂર કરવી જરૂરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓએ 12મું ધોરણ પાસ કર્યું છે, પરંતુ અત્યારે ઘરે બેસીને રાહ જોઈ રહ્યા છે કે, આગળ શું થશે અને શું કરવાનું છે.
યુવાનોના સપનાઓ સાથે સમજૂતી ન થવી જોઈએ
સરકાર JEE-NEET પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી ચૂકી છે. હવે જો તેમાં મોડું થશે તો વિદ્યાર્થીઓનું એક કિમતી વર્ષ બરબાદ થઈ જશે. યુવાનોના સપના અને ભવિષ્ય સાથે કોઈ પણ કિંમતે સમજૂતી ન થવી જોઈએ. અમને ચોક્કસ વિશ્વાસ છે કે, સરકારે JEE-NEET પરીક્ષાઓ સુરક્ષા સાથે કરવામાં સફળ રહેશે અને 2020-21નું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરી દેવામાં આવશે.