મ્યુઝિક યુનિવર્સિટીને તાના-રિરિનું નામ અપાશે
વડાપ્રધાનના વતન વડનગર ટૂંકમાં મોટુ પર્યટનસ્થળ બનવા જઇ રહ્યું છે ત્યાં ખોદી કાઢવામાં આવેલા પ્રાચીન બૌધ્ધ સાઈટ ખાતે હેરિટેજ મ્યુઝિયમ બનશે. એ ઉપરાંત નવું ઇન્ડોર સ્ટેડિયમ અને સંગીત યુનિવર્સિટી પણ બનશે, જે ચાર સદી પહેલા થઇ ગયેલી ભગિનીઓ તાના રિરિ નામે ઓળખાશે.
નવા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્સનું કામ શરુ થઇ ગયું છે. હેરિટેજ-કમ-કોમ્પ્લેક્ષનું કામ આગામી મહિનાઓમાં શરુ થશે. આ બધા માટે રાજ્ય સરકારે રૂા. 120 કરોડના ખર્ચની ધારણા રાખે છે. સુત્રોના જણાવ્યા મુજબ સ્પોર્ટસ કોમ્પલેક્સ અને મ્યુઝિક યુનિવર્સિટી દરેક 10 કરોડના ખર્ચે બંધાશે. હેરિટેજ મ્યુઝિયમનું અંદાજિત બજેટ 100 કરોડથી વધુ છે. એમાં સ્ટેટ-ઓફ-વોઅર્ટ એડવાન્સીસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્સનું કામ મે 2021માં પૂરું થશે. તમામ આધુનિક સ્પોર્ટસ સુવિધા સાથે એ સુસજ્જ હશે. આગામી બે વર્ષમાં ત્યાં વધુ સ્પોર્ટસ સુવિધાઓ ઉમેરવામાં આવશે.
હાઈટેક એક્સપેરિમેન્ટસ હેરિટેજ મ્યુઝિયમ બનાવવા તૈયારીઓ થઇ રહી છે. મ્યુઝિયમ સંકુલ બનાવવા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયા એક્સપર્ટ એજન્સીને સાથે રાખી મળી કામ કરી રહી છે. લોકો ત્યાં આગળ ખોદી કઢાયેલી કલાકૃતિઓ અને અન્ય સામગ્રી જોઇ શકશે. વડનગરના ઇતિહાસની લોકો ડિજિટલ ઝાંખી પણ કરી શકશે. મ્યુઝિયમ માટે 2020ના અંતમાં અથવા 2021ની શરુઆતમાં કામ શરુ થશે.