આજે શિક્ષક દિન છે પરંતુ કોરોના મહામારીના સમયમાં શિક્ષક કરતા ઇ-શિક્ષક, ઇ-ગુરૂઓનો શિક્ષણના ક્ષેત્રમાં દાયરો વધ્યો છે. રોકાણકારોને પણ ઓનલાઇન શિક્ષક વધુ માફક આવી રહયું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ શિક્ષણ સ્ટાર્ટઅપ્સે ચાર મહિનામાં 71 હજાર કરોડ એકત્ર કર્યા છે. જયારે બાયજુસે 4000ને હાયર કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ 13 એજયુકેશન સ્ટાર્ટઅપ્સમાં વિદેશી રોકાણકારોએ રોકાણ કર્યુ છે. વર્ષ ર0ર0 સુધીમાં 3.પ અબજ ડોલરનું ભારતીય ઓનલાઇન શિક્ષણ બજાર બનશે.
મોબાઇલ એપથી ભણનારા વિધાર્થીઓની સંખ્યા 4.પ કરોડમાંથી વધીને 9 કરોડે પહોંચી ગઇ છે. છાત્રો એપ પર સરેરાશ 90 મિનિટ જેટલો સમય આપે છે. વર્ષ ર0રપ સુધીમાં ભારતનું ઇ-શિક્ષણ બજાર આઠ ગણુ થઇ જશે.
કોચિંગ સેન્ટરોનો કારોબાર ચોપટ
દેશમાં કોચિંગનો કારોબાર 75 હજાર કરોડ બતાવવામાં આવે છે. લોકડાઉનને લઇને ઓનલાઇન શિક્ષણે કોચિંગ સેન્ટરનો ધંધો ચોપટ કરી નાખ્યો છે. હાલમાં બંધ છે.
રોજગારની તકો ઉભી થશે
ઇન્ટરનેટથી આખી દુનિયા એક ગ્લોબલ વિલેજમાં પરિવર્તિત થઇ ગઇ છે. કોરોનાએ ઓનલાઇનના મહત્વનો અનુભવ કરાવ્યો છે. તેનો ફાયદો ઓનલાઇન શિક્ષણમાં લાગેલા યુવાઓને થશે.
ઇ-શિક્ષણમાં સંકટ પણ ઓછા નથી
* 27 ટકા બાળકો પાસે સ્માર્ટ ફોન કે લેપટોપ નહીં હોવાથી તેમનાં શિક્ષણને ખલેલ.
* 28 ટકાએ કહયું કે વીજ કાપને કારણે બાળકોના શિક્ષણને ખલેલ પહોંચે છે.
* 15 ટકા ઘરોમાં ઇન્ટરનેટનો ઉપયોગ ગ્રામીણ ક્ષેત્રમાં હજુ શરૂ થયો છે.
* 42 ટકા ઘરોમાં શહેરોમાં ઇન્ટરનેટનો ઉપયોગ હજુ થાય છે.
મોબાઇલ અને સ્માર્ટ ટીવીની માંગમાં ઉછાળો
ઓનલાઇન એજયુકેશનથી મોબાઇલ, ટેબલેટ, લેપટોપ, ડેસ્કટોપ અને સ્માર્ટ ટેલિવિઝનના બજારમાં મોટો ઉછાળો આવ્યો છે. તેની અસર ઇલેકટ્રોનિક બજારમાં જોવા મળી રહી છે.સ દુકાનદારોનું કહેવું છે કે મોબાઇલ અને લેપટોપની માંગમાં પાંચ ગણો વધારો થયો છે. આ રીતે ટીવી અને લેપટોપની માંગ પણ બે ગણી થઇ ગઇ છે