કોરોના કાળ બાદ અનલોક 4માં રાજ્ય સરકાર ધીમેધીમે તમામમાં છૂટછાટ આપી રહી છે, ત્યારે ગુજરાત ST નિગમે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત ST નિગમે હવે ગાંમડાઓમા પણ બસ ચાલું કરવાનો નિર્ણય લીધો છે. ગામડાના રૂટ પર હવે એસટી બસો સંચાલન ચાલુ કરાશે. સોમવારથી ગામડામાં ST બસ દોડતી થઈ જશે. પરંતુ તેના માટે કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે બસ કન્ટક્ટરને થર્મલ ગન આપવાનો નિર્ણય કર્યો છે. કન્ટક્ટર મુસાફરનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ બાદ જ બસમાં બેસવા દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ એસટી બસોનું સંચાલન સ્થગિત કરી દીધા બાદ તબક્કાવાર શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં તાલુકાથી તાલુકાનું સંચાલન ચાલું હતું. ત્યારે હવે સોમવારથી ગાંમડાઓમાં પણ એસટી બસોનું રાત્રી રોકાણ શરૂ થઈ જશે. જેના માટે એસટીના કંડક્ટરને એક થર્મલ ગન આપવામાં આવશે. થર્મલ ગનથી મુસાફરોનું ટેમ્પ્રેચર તપાસ્યાં બાદ જ બેસવા દેવામાં આવશે.
નિગમના સુત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં સમગ્ર રાજ્યમાં એસટી બસોનું દરરોજની 23,500 ટ્રીપોનું સંચાલન ચાલી રહ્યું છે. જો કે, હવે ગામડાનું સંચાલન શરૂ થતાં આ ટ્રીપો વધીને 32,000એ પહોંચશે. આમ નિગમ દ્વારા એસટી બસોનું 80થી 85 ટકા સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે.