લદાખ માં ભારત અને ચીનની વચ્ચે તણાવ (India-China Border Tension) વધતો જઈ રહ્યો છે. સોમવાર મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેક પર વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
જોકે, ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી થઈ. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે 1975 બાદ સરહદ પર ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે આ પ્રકારે પહેલીવાર ફાયરિંગ થયું છે.ચીની રક્ષા મંત્રાલય, ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલી તરફથી એલએસી પર હાલની સ્થિતિને લઈ નિેવેદન આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરીજનક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ.
ભારતીય સેનાના સૂત્રોએ પુષ્ટિ કરી કે વોર્નિંગ શૉટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. ચીનની નજર આપણા બ્લેક ટૉપ અને હેલ્મેટ ટૉપ પર છે. સરહદ પર તૈનાત જવાન ત્યારથી હાઈ એલર્ટ પર છે જ્યારથી ચીન તરફથી હાલમાં ચોટીઓ પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આપણા જવાનોએ આ બંને ચોટીઓને સંપૂર્ણ પણે નિયંત્રણમાં લઈ લીધી છે. તેનાથી ગુસ્સે ભરાયેલા ચીની સૈનીક આ બંને ચોટીઓ પર નિયંત્રણ મેળવવા માટે આગળ વધી રહ્યા છે.