ઈ-ગોપાલા એપ પણ લોંચ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના ધ્યેયના ભાગ તરીકે ફિશરીઝ સેકટરમાં ઉત્પાદન અને નિકાસ વધારવા રૂા.20,500 કરોડની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદના યોજના (પીએમએમએસઆર) લોંચ કરી હતી.
વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વડાપ્રધાને ઓકટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે એ બિહારમાં કેટલીય ફીશરીઝ અને પશુપાલન ક્ષેત્રની યોજનાઓ શરુ કરી હતી. મોદીએ ઈ-ગોપાલા નામની મોબાઈલ એપ લોંચ કરી હતી જે પશુઓ બાબતે ખેડુતોને ઉકેલ આપશે.
આવી યોજનાઓનો પ્રારંભ કરાવતા મોદીએ પશુપાલન અને ફીશરીઝ ક્ષેત્રે કાર્યરત ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાને બિહાર માટે 294 કરોડની યોજનાઓની ભેટ આપી હતી. સંબોધનનો પ્રારંભ તેમણે ભોજપુરીમાં કરતા રઉઆ સબ કે પ્રણામ વા, શબ્દોમાં અભિવાદન કર્યું હતું. મોદીએ ભાષણ દરમિયાન જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાનનો નારો આપ્યો હતો.