ફાર્મા કંપનીઓ ટ્રાયલ-રીઝલ્ટમાં પારદર્શક નહી હોવાનો નિષ્ણાંતોનો આરોપ : અમેરિકામાં ઝડપી વેકિસન નિર્માણમાં એક તરફ લાખો ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરનાર બેન્કર્સનું દબાણ: બીજી તરફ ટ્રમ્પને ફરી ચૂંટણી જીતવા માટે પણ વહેલી વેકસીન જરૂરી : અમેરિકાની ત્રણ કંપનીઓની ટ્રાયલનાં પુરા રીઝલ્ટ જાહેર થયા નથી: યેલે યુનિ.નાં નિષ્ણાતોની ફરીયાદ
વિશ્વમાં કોરોનાના સંક્રમણ સામે એક માત્ર વેકસીન જ કારગર નિવડશે તેવું નિશ્ચીત થતા એક તરફ વેકસીન નિર્માણ માટે ચાલી દૌટમાં જે ગુપ્તતા સેવાઈ રહી છે. તેનાથી નિષ્ણાંતો ચિંતામાં છે. હાલમાં જ ઓકસફર્ડ યુનિ.માં તેની વેકસીનની ત્રીજી ટ્રાયલમાં સામેલ એક વ્યકિતને કોઈ રીએકશન આવતા સમગ્ર પ્રક્રિયા થંભાવી દેવી પડી હતી પણ ફકત બે દિવસમાં જ ટ્રાયલ ફરી શરૂ કરવામાં આવી છે.
નિષ્ણાંતો માને છે કે કયા પ્રકારનાં રીએકશનથી ટ્રાયલ અટકી અને કઈ રીતે સ્થિતિ સંતોષકારક બની કે જેની ટ્રાયલ ફરી શરૂ કરવાની મંજુરી મળી તેના કોઈ કારણો માહીતી જાહેર થઈ નથી અને તે ખરેખર ચિંતાજનક છે.
જે વ્યકિતને ટ્રાયલમાં સમાવાયો હતો તેને ન્યુમેરીકલ એટલે કે જ્ઞાનતંતુ સાથે જોડાયેલી સમસ્યા ઉભી થઈ હતી અને પછી ફકત 48 કલાકમાં તેનું ‘સમાધાન’ મળી ગયુ. સ્વતંત્ર નિષ્ણાંતોને ચિંતા છે કે વેકસીન નિર્માણમાં અનેક ઈનવેસ્ટમેન્ટ કંપનીઓએ ફાર્મા કંપનીઓને અબજો રૂપિયા આપ્યા છે.
જે.પી.મોર્ગન જેવી ઈનવેસ્ટમેન્ટ બેન્ક પણ વેકસીનનાં નિર્માણમાં અમેરીકી કંપની એસ્ટ્રાજેનેકાને ફંડ આપી ચુકી છેઅનેજો વેકસીનમાં કોઈ સમસ્યા ઉભી થાય, નિષ્ફળ જાય અથવા તો તે ધાર્યા પરીણામ લાવતી નથી તે નિશ્ચીત થાય તો પણ ઈનવેસ્ટમેન્ટ કંપનીઓનાં અબજો રૂપિયા દાવ પર હોય છે તેમાં જંગી નુકશાન જઈ શકે છે.વેકસીન જેમ મોડી આવશે તેમ ઈનવેસ્ટમેન્ટ કંપનીઓની ચિંતા વધીને ફકત એસ્ટ્રાજેનેકા જ નહિં ફાઈઝર, મોર્ડનાંએ પણ તેની ટ્રાયલની માહીતી જાહેર કરી નથી કે વેકસીન નિર્માણમાં પારદર્શકતા નથી.
મહત્વની બાબત એ છે કે અમેરિકામાં નવેમ્બરમાં પ્રેસીડન્ટ ઈલેકશન છે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફરી ચૂંટાવામાં વેકસીનનું નિર્માણ સફળતા એ મહત્વનું ફેકટર છે. અમેરિકામાં કોરોના સંક્રમણને હેન્ડલ કરવામાં ટ્રમ્પની જબરી ટીકા થઈ છે અને વિશ્વમાં સૌથી વધુ કેસ સૌથી વધુ મૃત્યુ એ અમેરીકામાં થયા છેઅને તેથી ટ્રમ્પ માટે આ એક સૌથી મોટી સમસ્યા છે અને તેઓનું પણ દબાણ છે કે નવેમ્બરમાં ચૂંટણી પૂર્વે વેકસીનની સફળતાની જાહેરાત થઈ જાય ખુદ ટ્રમ્પ આ વારંવાર તેમની રેલીમાં કહે છે કે વર્ષનાં અંત પુર્વે વેકસીન મળી જશે જે દબાણ પણ ફાર્મા કંપનીઓ પર છે.
અમેરીકામાં ડ્રગ કે વેકસીનનાં સ્ટાર્ન્ડડ અંગે આકરા કાનુન છે પણ હાલ કોઈ કંપની તેની વેકસીન નિર્માણ પ્રક્રિયા જાહેર કરવાની ન હતી જેમાં આંતરીક સ્પર્ધા છે.અમેરીકાની યેલે યુનિ.નાં નિષ્ણાંત કાર્ડીયોલોજીસ્ટ ડો.હાર્લામ કુમરોઝ કહે છે કે વેકસીન નિર્માણમાં વિશ્વાસ ટ્રસ્ટની કમી છે. ટ્રસ્ટ શોર્ટ સપ્લાય તેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો.
જેટલી વધુ માહીતી મળે તેટલી વધુ સારી સ્થિતિ બનવાની ધારણા તેઓએ વ્યકત કરી હતી.
ઓકસફર્ડ તેની ટ્રાયલ શરૂ કરી છે અને ફાઈઝરનાં સીઈઓ કહે છે કે 2020 નાં અંત પુર્વે વેકસીન તૈયાર થઈ જશે જોકે તેઓ ટ્રાયલ કયા તબકકે છે તે જાહેર કરતા નથી. ફાઈઝરનાં સીઈઓ આલ્બર્ટ બોર્લાએ લાઈકલી એટલે કે સંભવીત શબ્દોનો પ્રયોગ કર્યો તેઓએ કહ્યું કે અમે બાયોએનટેક એસઈ સાથે વેકસીન તૈયાર કરી રહ્યા છે. અને અમેરીકાને 2021 પુર્વે મળી જશે તો એસ્ટ્રાજેનેકોએ બ્રિટન બાદ જાપાનમાંતેની ટ્રાયલ ફરી શરૂ કરી દીધી છે.