- સાદગી પૂર્વક ઉજવણી કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષ ભાજપ અને કેબિનેટના સહયોગીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસે કોઇપણ પ્રકારની ઉજવણી કરવામાં આવે નહીં.
જેને લઇને પાર્ટીએ નિર્ણય કર્યો છે કે PM મોદીના જન્મદિવસને સેવા દિવસ તરીકે મનાવવામાં આવે. આ વર્ષે પણ ભાજપ દ્વારા સપ્ટેમ્બરની 14 થી 20 તારીખને સેવા અઠવાડિયા તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
દેશના દરેક રાજ્યમાં એક વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસ પર બધા કાર્યકર્તાઓ પોત-પોતાના ક્ષેત્રોમાં અલગ-અલગ કાર્યક્રમ કરાવશે.
સેવા સપ્તાહ હેઠળ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ બધા સંગઠનાત્મક એકમો તેમજ કાર્યકર્તાઓને ગરીબ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અભિયાન સંબંધિત સેવા ગતિવિધિઓને આયોજિત કરવાનો નિર્દેશ કર્યો છે.