રોજગારીને ડસી જતી મહામારી : શ્રમ મંત્રાલયના આંકડામાં ચોંકાવનારો ખુલાસો
કોરોના મહામારી અને તેના કારણે આવેલા લોકડાઉને અર્થતંત્રની કેડ ભાંગી નાખી છે, સૌથી ભયંકર અસર થઈ છે. રોજગારીને, નોકરીઓને. હાલ દેશમાં 1.03 કરોડ લોકો નોકરી શોધી રહ્યા છે. પરંતુ રાજયોમાં 20થી વધુ ક્ષેત્રોમાં 1.77 નોકરીઓ જ ઉપલબ્ધ છે, જયારે નોકરીની માંગ એક કરોડની છે.દેશમાં સૌથી વધુ પશ્ચીમ બંગાળના લોકોએ નોકરી માટે નોંધણી કરાવી છે, બીજા ક્રમે યુપી છે.
શ્રમ મંત્રાલયના તાજેતરના આંકડામાં આ ખુલાસો થયો છે. નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ દ્વારા નોકરીઓ માંગવામાં આવી છે. લોકડાઉન હટયા બાદ નોકરી આપનારાઓ પણ વધ્યા છે. ખાસ વાત એ છે કે એપ્રિલમાં પોર્ટલ પર માત્ર 16, મે માં 134 નોકરીઓ હતી, તે જૂનમાં 24329 અને જુલાઈમાં 49542 અને ઓગષ્ટમાં 1.03 લાખ નોકરીઓની તકો ઉભી થઈ છે.