કેન્દ્ર સરકારે કોવિડ-19 રસી વિશે તાજી માહિતી આપી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.હર્ષવર્ધનના જણાવ્યા મુજબ ભારતમાં રસીના ત્રણ કેન્ડીડેટ્સ છે. તેમાંથી ત્રણ એવા છે જે Phase 1,2 અને 3 પર પહોંચી ગયા છે. હર્ષવર્ધન એ ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ નિષ્ણાતોનું એક ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું છે જે રસીથી સંબંધિત ડેવલપમેન્ટસ પર નજર રાખી રહ્યું છે.
તેમણે આશા વ્યક્ત કરી કે કોવિડ-19 રસી આવતા વર્ષની શરૂઆતમાં ભારતની અંદર ઉપલબ્ધ થવી જોઈએ. તેમણે કહ્યું કે આપણે વિશ્વના કેટલાક એવા દેશોમાં છીએ કે જેમણે આ વાયરસને અલગ પાડ્યો છે. જો કે મંત્રીએ કહ્યું કે જ્યારે રસી આવશે ત્યારે તે જાદુની જેમ એક મિનિટમાં 135 કરોડ લોકોને લગાવીને ઇમ્યુનિટી આપી શકશે નહીં.
હર્ષવર્ધને કહ્યું કે તે રસી તૈયાર કરવામાં સમય લાગશે. હર્ષવર્ધન એ જણાવ્યું ન હતું કે કંઇ ત્રણ રસી કેન્ડિડેટ્સ છે જે ડેવલપમેન્ટમાં છે, પરંતુ ભારતમાં હાલમાં કોવિડ -19 ની ઘણી રસીઓ ડેવલપ થઇ રહી છે. ચાલો આપને જણાવીએ કે તેમાંથી કંઇ ટોપ-3 રસી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ કરી રહેલા ‘કોવિશીલ્ડ’નું ટ્રાયલ
ICMRના મહાનિર્દેશક બલરામ ભાર્ગવના મતે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) રસીનું ફેઝ 3 ટ્રાયલ કરી રહી છે. આ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની અસ્ત્રાજેનેકા એ મળીને તૈયાર કરી છે. આ દુનિયાની સૌથી એડવાન્સ્ડ વેક્સીન કેન્ડિડેટસમાંથી એક છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દેશભરમાં 14 હજાર જગ્યાઓ પર દોઢ હજાર લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરશે. આ રસીનું કોડનેમ ChAdOx1-S છે અને આ નોન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર રસી છે. ભારત સિવાય આ રસીનું યુકે, યુએસએ અને બ્રાઝિલ સહિતના ઘણા દેશોમાં ટ્રાયલ ચાલી રહી છે. આઇસીએમઆર દેશમાં થઈ રહેલા કોરોના રસીના તમામ ટ્રાયલો પર નજર રાખી રહ્યું છે.
Covaxin સંપૂર્ણ રીતે દેશી છે, ફેઝ 2 નો ટ્રાયલ ચાલુ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ભારત બાયોટેકે સંયુક્તપણે આ રસી વિકસાવી છે. પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) માં કોરોનાના એક સ્ટ્રેનને આઇસોલેટ કરીને Covaxin બનાવવામાં આવી છે. આ એક ‘ઇનએક્ટિવેટેડ’ રસી છે. એટલે કે તેમાં કોરોનાના માર્યા ગયેલા વાયરસના ડોઝ આપવામાં આવી જાય છે, જેનાથી શરીરમાં વાયરસની વિરૂદ્ધ એન્ટીબોડીઝ બનાવે છે. ભારત બાયોટેકે પાછલા દિવસોમાં કહ્યું હતું કે આ રસી સંપૂર્ણપણે સલામત અને અસરદાર રહી હાલ દેશમાં આ રસીનું બીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે.
ફોઝ 1 ના ટ્રાયલમાં ZyCov-D રસી
ઝાયડસ કેડિલા હેલ્થકેરની રસી ZyCov-D મનુષ્ય પર ફેઝ 1 ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યું છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) એ જુલાઈમાં દેશમાં બનાવવામાં આવતી આ રસીના હ્યુમન ટ્રાયલની મંજૂરી જુલાઇમાં આપવામાં આવી હતી. ડીએનએ પર આધારિત ઝાયડસ કેડિલાની આ રસી અમદાવાદના વેક્સીન ટેકનોલોજી સેન્ટર (VTC) ખાતે વિકસાવવામાં આવી છે. કંપનીએ કહ્યું હતું કે “અમે ક્લિનિકલ ટ્રાયલ્સમાં ઇમ્યુનિટી ટેસ્ટમાં સારા પરિણામ મળ્યા છે. આ રસી અગાઉ ઉંદર અને સસલા પર ટેસ્ટ કરવામાં આવી હતી અને તેનો ડેટા ડીજીસીઆઈને સબમિટ કરવામાં આવ્યો હતો.