ભારતીય રેલવે સોમવારથી કેટલાંક ખાસ રૂટસ માટે 20 જોડી ક્લોન ટ્રેન દોડાવી રહ્યું છે. રેલવે મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ ટ્રેનો શ્રમિક સ્પેશ્યલ અને સ્પેશ્યલ ટ્રેનો ઉપરાંત હશે. ક્લોન ટ્રેનો યુપી, બિહાર, દિલ્હી, પંજાબ સહિત કેટલાંય રાજ્યોની વચ્ચે દોડશે. જે સ્ટેશનો માટે વધુ પેસેન્જર છે ત્યાં ટ્રેનોના ફેરા વધારવા માટે ક્લોન ટ્રેનો દોડશે.
બિહાર માટે કેટલીય ટ્રેનો
રેલવે દ્વારા રજૂ કરાયેલી યાદી પ્રમાણે ક્લોન ટ્રેન (02563) સહરસાથી નવી દિલ્હીમાં દોડશે જ્યારે ક્લોન ટ્રેન (02564) નવી દિલ્હીથી સરહસા માટે દરરોજ દોડશે. આ ટ્રેન રસ્તામાં છપરા, ગોરખપુર અને કાનપુર સ્ટેશન પર થોભશે. બિહારથી નવી દિલ્હી માટે ક્લોન ટ્રેન સરહસા સિવાય પૂર્વ મધ્ય રેલવેના દરભંગા, મુઝફ્ફરપુર, રાજગીર અને રાજેન્દ્રનગર સ્ટેશન પર દોડશે.
અહીં માટે દોડશે ક્લોન ટ્રેનો
રેલવે દ્વારા રજૂ કરાયેલી યાદી પ્રમાણે અમૃતસર-જયાનગર, નવી દિલ્હી-લખનઉ, બેંગલુર-દાનાપુર, અમદાવાદ-દરભંગા, દિલ્હી-અમદાવાદ, પટના-અમદાવાદ, વારાણસી-નવી દિલ્હી અને અમ-તસર-બાંદ્રાની વચ્ચે ક્લોન ટ્રેનો દોડશે. આપને જણાવી દઇએ કે રેલવેની ક્લોન ટ્રેનમાં એ જ મુસાફર સવારી કરી શકશે જેમને પોતાના ગંતવ્ય સુધી જવા માટે વેઇટિંગ ટિકિટ મળશે. ક્લોન ટ્રેનની યોજનાથી વેઇટિંગ ટિકિટમાં સીટ કન્ફર્મ ના થવાની ચિંતા ખત્મ થઇ જશે.
જાણો શું હોય છે ક્લોન ટ્રેન
ક્લોન કોઇ પણ મૂળ ટ્રેનના નામ અને હિસાબથી જ ચાલનાર બીજી ટ્રેનને કહેવાય છે. આ ટ્રેન મૂળ ટ્રેનના રૂટ પર જ ચાલે છે. તેને કોઇ ખાસ રૂટ પર વધતી માંગણીને પૂરી કરવા માટે ચલાવાય છે. ક્લોન ટ્રેન એટલા માટે પણ કારણ કે રેલવે રૂટ પર બીજી ટ્રેનો વધારવાની જગ્યાએ પહેલેથી જ ચાલી રહેલ ટ્રેનના નામ પર જ એવી જ એક બીજી ટ્રેન વધારી દે છે, તેનાથી વધેલા પસેન્જરને સુવિધા મળે છે.