બીએચયુનું સંશોધન અમેરિકી જર્નલમાં પ્રકાશિત
બીએચયુ આઈએમએસની ટીમે ગંગા કિનારે રહેનારા પર કોરોનાની કોઈ અસર નથી તેવું એક સંશોધન કર્યું હતું. જેને અમેરિકાએ પણ માનવું પડયું હતું. અમેરિકાના ઈન્ટરનેશનલ જર્નલ ઓફ માઈક્રો બાયોલોજીના અંકમાં આ સંશોધનને પ્રકાશિત કરવામાં આવ્યું છે.
બીએસયુના ન્યુરોલોજી વિભાગના અધ્યક્ષ ડો. રામેશ્વર ચૌરસીયા, ન્યુરોલોજીસ્ટ પ્રો. વી.એન.મિશ્રાની આગેવાનીમાં ટીમે પ્રારંભીક સર્વેમાં જણાવ્યું હતું કે નિયમિત ગંગાસ્નાન અને ગંગાજલના સેવનથી 90 ટકા લોકો પર કોરોના સંક્રમણની અસર થઈ નહોતી.
આ જ રીતે ગંગા કિનારાના 42 જિલ્લામાં કોરોના સંક્રમણ બાકીના શહેરોની તુલનામાં 50 ટકા ઓછું અને સંક્રમણ બાદ ઝડપથી સ્વસ્થ થનારાઓની સંખ્યા પણ વધુ છે.