113 કરોડ જનતા સુધી વેક્સિન પહોંચાડવાનો પડકાર
કોરોના વાયરસની રસી વર્ષ 2021 ની શરૂઆતમાં ઉપલબ્ધ થાય તેવી શકયતા છે. જોકે દેશની 113 કરોડ જનતા સુધી આ રસી કઈ રીતે પહોંચાડવી એ ભારત સરકાર માટે મોટો પડકાર બનશે.
વિશ્ર્વના અનેક દેશોની સાથે ભારતની રસી પણ કિલનીકલ ટ્રાયલની હરોળમાં આગળ છે. જોકે હાલ બાળકો અને ગર્ભાવસ્થા મહિલાઓ સહીત તમામને રોગ પ્રતિકારક શકિત વિકસાવવા માટે જરૂરી માળખાકીય સુવિધા જ નથી. તેવુ માઈક્રોબાયોલોજીનાં પ્રોફેસર ગગનદીપ કાંગે જણાવ્યું હતું.
અમેરીકાનાં પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઓકટોબર માસમાં કોરોનાની રસી ઉપલબ્ધ બનશે તેવુ જણાવ્યું છે. જયારે ભારતમાં પણ ઓગસ્ટ માસનાં મધ્યમાં રસી આવી જશે તેવો દાવો કરાયો હતો.
વર્ષના અંતમાં કઈ રસી કામ કરશે અને કઈ કામ નહિં કરે તેની સંપૂર્ણ વિગત હશે જો આમ થયુ તો 2021 ની શરૂઆતમાં આપણી પાસે રસી ઉપલબ્ધ બનશે.શરૂઆતમાં રસીની સંખ્યા ઓછી હશે જે પછી તેમાં વધારો થશે તેવું ગગનદીપે જણાવ્યું હતું.