હિમાચલનો સ્પીટીવેલી વિસ્તાર ટુરીઝમ માટે બહુ જાણીતું છે અને દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે પરંતુ ચાલુ વર્ષે અહીંના સ્થાનિક લોકોને સુરક્ષીત રાખવા માટે સ્પીટી ટુરીઝમ સોસાયટીએ કોઇપણ પ્રવાસીઓને નહીં આવવા દેવા માટે નિર્ણય લીધો છે. સ્થાનિક લોકો અહીં કોરોના સંક્રમણથી હજુ સુધી સુરક્ષીત છે અને બહુ સામાન્ય કેસ નોંધાયા છે. પરંતુ જો પ્રવાસીઓને આવવા દેવામાં આવે તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે અને તેથી સ્થાનિક લોકોના સહયોગથી જ ટુરીઝમ માટે સ્પીટીવેલી આ વર્ષે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.