માઈક્રોસોફટના સહસ્થાપક બિલ ગેટસ આવતા વર્ષની શરુઆતમાં કોવિડ 19ની કેટલીય રસીને મંજુરી મળે તે બાબતે આશાવાદી છે. બિલ અને મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના કો-એરએ ઈટી ગ્લોબલ બિઝનેસ સમીટને સંબોધતા જણાવ્યું હતું કે આવતા વર્ષની શરુઆતમાં 6 પશ્ર્ચિમી કોન્ડીડેટમાંથી સંભવત ત્રણ અથવા ચારમાં સલામતી અને અસરકારકતા જોવા મળશે અને એમાંથી 47 ઓછા ખર્ચે મોટા ખર્ચે ઉત્પાદન કરવું શકય બનશે. તેમણે આવા કેન્ડીડેટમાં એસ્ટ્રાઝેનેના જોન્સન એન્ડ જોન્સન, નોવાવકસ અને સનોફીના નામ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટીબી અથવા એચઆઈવી કરતાં સાર્સ કોવ-2 સામે રસી બનાવવી સહેલી છે, પણ વિશાળ વસ્તીને રસી આપવાનો મોટો પડકાર છે. રશિયા અને ચીને બનાવેલી રસી ગંભીરતાથી લઈ શકાય કે કેમ તેવા સવાલના જવાબમાં ગેટસએ જણાવ્યું હતું કે એ (રસી) કયાંથી આપે છે તે મહત્વનું નથી. વિશ્વ સમસ્યાનો સામનો કરી રહ્યું છે, અને આ બધી કંપનીઓ રસી શોધવા કામ કરી રહી છે એ જ મોટી વાત છે