કેન્દ્ર સરકારે 15મી ઓક્ટોબરથી છૂટ્ટ આપી હોવા છતા ગુજરાત શિક્ષણ સંસ્થાઓ ખોલવાના મૂડમાં નથી: દિવાળી પછી માત્ર ધો. 10 અને ધો. 12 અથવા ઉચ્ચતર માધ્યમિકને મંજુરીની શક્યતા : પ્રાથમિક સ્કૂલો તો કોરોના સંપૂર્ણ કાબુમાં આવ્યા બાદ ખોલાશે : ‘ટેસ્ટ-કેસ’ તરીકે ગામડા-નાના શહેરોમાં અમુક સ્કૂલો શરૂ કરવાની દરખાસ્ત છતાં આખરી નિર્ણય હવે થશે.
15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર થવા છતાં ગુજરાતમાં દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરુ કરવાની દિશામાં વિચારણા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળ આખરી નિર્ણય લેવા માટે આજે ઉચ્ચસ્તરીય બેઠક પણ રાખવામાં આવી છે. પ્રાથમિક શાળાઓ તો વધુ વખત બંધ જ રાખવામાં આવશે.
કેન્દ્ર સરકારે અનલોક-5માં તબક્કાવાર સ્કુલ-કોલેજો શરુ કરવાની છૂટ આપી છે. જો કે, આ મામલે આખરી નિર્ણય લેવાની સતા રાજ્યોને જ આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા 15મી ઓક્ટોબરથી હજુ શાળા-કોલેજો ખુલ્લી મુકવામાં નહીં આવે. દિવાળી વેકેશન પછી જ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોને ખોલવાની વિચારણા છે. વિવધિ પાસાઓની વિચારણા તથા સંબંધિત વર્ગો અને મસલતો કરાયા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. અને તેના આધારે ગુજરાત સરકાર માર્ગદર્શિકા પણ જાહેર કરશે.
ગુજરાતમાં દિવાળી વેકેશન 12 થી 29 નવેમ્બર સુધીનું જાહેર થયું હોવાનું ઉલ્લેખનીય છે. ખાનગી સ્કૂલ સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ હજુ ઉંચો જ છે ેટલે સ્કૂલો ખોલવાનું સુરક્ષિત નથી.
સુત્રોના કહેવા પ્રમાણે આજે રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં સ્કૂલ કોલેજ ખોલવા વિશે ચર્ચા થશે. ગામડા-નાના શહેરોની સ્કૂલો ટેસ્ટ-કેસ તરીકે ખોલવા માટે ખાસ ચર્ચા થશે. નાના સેન્ટરોમાં ઓનલાઈન શિક્ષણમાં વિઘ્ન છે એટલે ટેસ્ટ-કેસ તરીકે અંતરિયાળ ગામોની સ્કૂલો ખોલવા વિશે ચર્ચા થશે.
શિક્ષણ વિભાગના સુત્રોએ કહ્યું કે સ્કૂલ સંચાલકો સહિતના વર્ગો સાથે આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. લગભગ તમામ દિવાળી પછી જ સ્કૂલો શરુ કરવાનો મત દર્શાવી છે. પ્રથમ તબક્કે ઉચ્ચ માધ્યમિક સ્કૂલો ખોલવામાં આવશે. અને તેનો સમય પણ બહુ ઓછો રાખવામાં આવશે.
માધ્યમિક સ્કૂલોનો વારો બીજા તબક્કે લેવાશે અને તેના માટે ખાસ તકેદારીની જોગવાઈ રાખશે. પ્રાથમિક સ્કૂલો ખોલવાની કોઇ વિચારણા જ નથી. કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી ગયા બાદ જ પ્રાથમિક સ્કૂલો ખુલશે.
કેન્દ્ર સરકારની અનલોક-4ની માર્ગદર્શિકામાં શિક્ષણ-અભ્યાસક્રમ વિશે શંકા-સમજ માટે ધો. 9 થી 12નાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની છૂટ આપવામાં આવી હતી. ગુજરાત સરકારે જો કે તેનો અમલ કરવાનું ટાળ્યું હતું. છેલ્લા કેટલાંક વખતથી શિક્ષણપ્રધાન શૈક્ષણિક કાર્ય શરુ કરવા વિશે સ્કૂલ સંચાલકો, શિક્ષણવિદો, વાલીમંડળ વગેરે સાથે ચર્ચા કરી જ રહ્યા હતા. અનેક સ્કૂલ સંચાલક