સમગ્ર દેશમાં કોરોના મહામારી (Corona Pandemic) નો અંત આવ્યો નથી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા કોરોના વાયરસ (Corona Virus) ના આંકડા પ્રમાણે સંક્રમણનો દર અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે તે આપણા બધા માટે સારી વાત છે. તો બીજીબાજુ આજથી દેશ (India) માં અનેક જગ્યાઓએ શાળા (School) શરૂ કરવામાં આવી રહી છે. આ સમયે શાળાઓએ કોરોના સાથે જોડાયેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આજથી ઉત્તરપ્રદેશ (UttarPradesh), પંજાબ (Punjab) અને સિક્કિમ (Sikkim)માં શાળાઓ ખૂલશે. ગુજરાતમાં હાલ શાળા ખોલવા અંગે ફાઇનલ કોઇ નિર્ણય લેવાયો નથી.
દેશમાં આજે ઉત્તરપ્રદેશ, પંજાબ અને સિક્કિમમાં શાળાઓ ખોલાશે. શાળાઓ ખોલવાના નિર્ણયને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન પણ તૈયાર કરી છે. તેનું પાલન કોરોના સંકટની વચ્ચે કરાશે. આજથી પંજાબમાં કન્ટેનમેન્ટ ઝોન (Containment zone)ની બહારની 9-12ના ધોરણના ક્લાસ શરૂ કરાશે. કોરોના વાયરસના સંકટને કારણે દેશભરમાં લોકડાઉન (Lockdown) કરાયું હતું. ત્યારબાદ હવે દેશમાં અનલોક (Unlock) ની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. અનલોક-5 (Unlock-5) ની અંતર્ગત કેન્દ્ર સરકારે રાજ્યોને શાળાઓ ખોલવાની પરમિશન આપી છે જેના આધારે અનેક રાજ્યોએ 15 ઓક્ટોબરથી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો હતો તો કેટલાક રાજ્યોમાં આજથી શાળાઓ ખોલવામાં આવી રહી છે
યુપીમાં પણ કોરોના મહામારીના લગભગ 6 મહિના બાદથી બંધ થયેલી શાળાના 9-12 ધોરણના વર્ગો આજથી શરૂ કરાશે. વાલીની મંજૂરી સાથે બાળકો શાળામાં આવી શકશે. આ સિવાય પણ સિક્કિમમાં બાળકો માટે આજથી શાળા ખોલવામાં આવી છે. અહીં ચાલુ સત્ર ફેબ્રુઆરીમાં પૂરું કરાશે.
ગૃહમંત્રાલયે જાહેર કરાયેલી ગાઈડલાઇનમાં કહેવાયું છે કે શાળાની તરફથી સ્ટુડન્ટ્સ પર શાળામાં આવવાનું કોઈ દબાણ કરાશે નહીં. સ્કૂલ જવા માટે વાલીની લેખિત પરમિશન જરૂરી રહેશે. આ સિવાય શાળાઓ ઓનલાઈન ક્લાસ પણ પહેલાંની જેમ ચાલુ રાખી શકશે. આ સિવાય બાળકોએ નીચા નિયમોનું પાલન કરવાનું રહેશે.
– ફર્નિચર, સ્ટેશનરી, કેન્ટીન, લૈબની સાથે આખા પરિસર અને ક્લાસરૂમને રોજ સેનેટાઈઝ કરવાનો રહેશે. એક ક્લાસમાં એક દિવસમા 50 ટકા બાળકો બેસશે. અન્ય દિવસે અન્ય 50 ટકા બાળકોને ભણાવાશે.
– સોશિયલ ડિસ્ટેન્સિંગનું કાસ પાલન કરવાનું રહેશે
– કોઈ પણ વિદ્યાર્થી વાલીની પરમિશન વિના શાળાએ આવી શકશે નહીં.
– શક્ય હોય તો વાલી પોતે જ બાળકોને લાવે અને લઈ જાય.
– બાળકોના યુનિફોર્મમાં ફૂલ સ્લીવનું શર્ટ અ્ને પેન્ટ અને બૂટ-મોજા જરૂરી રહેશે.
– ક્લાસ રૂમમાં માસ્ક હટાવવાની પરમિશન નહીં હોય