દેશમાં જુલાઈ સુધીમાં કોરોના વેકિસનના 40-50 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે: ડબલ વેકિસનેશન જરૂરી : રાજય સરકાર દ્વારા જીલ્લા મુજબ યાદી તૈયાર કરવા સૂચના: કોઈ ‘વગદાર’ આઉટ ઓફ ટર્ન વેકિસન મેળવી ન જાય તે જોવાશે
આગામી સમયમાં કોરોના વેકસીન ઉપલબ્ધ બને પછી વેકસીનેશનમાં પ્રાયોરીટી નિશ્ર્ચિત કરવા માટે કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપે ગુજરાતે પણ વાયરસ સામેની કામગીરીમાં મોખરાની હરોળની ભૂમિકા ભજવી રહેલા રાજયના સરકારી સહિતના તબીબો અને તેમની સાથે જોડાયેલા પેરામેડીકલ સ્ટાફ સરકારના આરોગ્ય વિભાગના ફીલ્ડ કર્મચારીઓથી લઈને સર્વ વિ.ની કામગીરીમાં જોડાયેલા ફુટ-સોલ્જર્સ તરીકે ઓળખાતા આંગણવાડી સહિતના બહેનોને એક યાદી તૈયાર કરવાની કામગીરી શરુ કરી છે અને તે કેન્દ્રને મોકલી અપાશે. કેન્દ્રની રાષ્ટ્રીય નીતિ મુજબ ફ્રન્ટલાઈન કોવિડ સ્ટાફને પહેલા આ વેકસીન અપાશે. આ વિશાળ વર્ગ કોરોના સંક્રમીત થયેલા લોકોના સીધા સંપર્કમાં આવે છે
અને તેઓ સંક્રમીત થવાની શકયતા વધુ રહે છે. ગુજરાત સરકારે અહી આ કોરોના યોદ્ધા તરીકે ઓળખાતા વર્ગની યાદી જીલ્લાવાઈઝ તૈયાર કરાશે. અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે 1.4 લાખ લોકો આ પ્રકારની ડયુટીમાં છે પણ તેમાં ખરેખર કેટલા સીધી કોરોના ફરજ પર છે તેને પ્રાયોરીટી અપાશે અને વેકસીનેશનના પ્રથમ તબકકામાં તેઓને સામેલ કરવામાં આવશે.
રાજયના ઈમ્યુનેશન ઓફીસર ડો. નયન જાની જેઓ નેશનલ હેલ્થ મીશન હેઠળ કામગીરી કરે છે. તેઓએ એક મુલાકાતમાં જણાવ્યું કે હજુ આ અત્યંત પ્રાથમીક ઘટનાની કામગીરી છે. અમો પ્રાયોરીટી લીસ્ટ તૈયાર રાખીએ છીએ જેથી વેકસીન ઉપલબ્ધ થાય પછી વેકસીનેશનમાં વિલંબ સર્જાય નહી. રાજય સરકારે આ માટે તા.19ના રોજ એક આદેશ આપી ખાનગી ક્ષેત્રના તબીબો અને પેરામેડીકલ સ્ટાફ જેઓ કોરોનાની લડતમાં સામેલ છે. તેઓને પણ સામેલ કરવા જણાવાયુ છે અને વેકસીનેશનની પ્રથમ પ્રક્રિયા આ યાદીથી શરુ થશે.
રાજય સરકાર આ યાદી તૈયાર કરવામાં જબરી સાવચેતી રાખી રહી છે. પ્રાથમીક આરોગ્ય કેન્દ્રથી જીલ્લા કેન્દ્રની હોસ્પીટલોના કોરોના સ્ટાફના ડેટા તૈયાર કરાશે અને તે કોચ અને કોઈ આઉટ ઓફ ટર્ન પ્રાથમીકતા વગર જ વેકસીનેશનનો લાભ લઈ જાય નહી તે પણ જોવાશે. રાજયમાં વેકસીનેશનની કામગીરી માટે 40000 કર્મચારીઓ છે અને જરૂર પડે વધુ કર્મચારીઓને સામેલ કરવામાં આવશે. આગામી જુલાઈ સુધીમાં વેકસીનેશનના 40-50 કરોડ ડોઝ મળવાની કેન્દ્રને ધારણા છે જે ડબલલ વેકસીનેશન મુજબ 20-25 કરોડ લોકોને આપી શકાશે.