મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રીઓ ઉદઘાટન સાથે અંબાજી મંદિર સુધી રોપ-વેની સફર કરશે : ટીકીટના દર આજે જાહેર થવાની શક્યતા : રવિવારથી લોકોને ટ્રોલીમાં બેસાડાશે : કોરોનાના કારણે હાલ ટ્રોલીમાં 8ને બદલે 4 વ્યક્તિઓનું આવન-જાવન : ઉદઘાટન પૂર્વે ભવનાથ તળેટીમાં પોલીસનો કડક બંદોસ્ત
આવતીકાલે જૂનાગઢ માટે ઐતિહાસિક દિવસ થવા જઇ રહ્યો છે. જે યાદગાર ઇતિહાસ કંડારશે. એશિયાનો સૌથી લાંબો-ઉંચો ગીરનાર રોપ-વે તૈયાર થઇ ચૂક્યો છે જેનું લોકાર્પણ કરવાના કલાકો બાકી છે. આવતીકાલનો દિવસ સોરઠ માટે સોનાનો સૂરજ ઉગવા જઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ શરુ થયે વર્ષે 5 થી 6 લાખ પર્યટકો ગિરનાર ઉમટે તેવી ધારણા છે
અનેક અડચણો ચડાવ-ઉતારાવને જે પાર કરી ગીરનાર રોપ-વે અંતે સાકાર થઇને આવતીકાલ શનિવારે સૂર્યોદય નવો આલેખ સાથે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણની ઘડીઓનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યું છે.જેમાં સહભાગી થવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે તેમની ટીમના મંત્રીઓ-મહાનુભાવો અધિકારીઓ જૂનાગઢ આવતીકાલે સવારે અને કોઇ મોડીરાત્રિનાં જૂનાગઢ આવી રહ્યાં છે.
એશિયાનો સૌથી મોટો ગીરનાર રોપ-વે સાડા ચાર દાયકાથી વાઘ આવ્યો રે ભાઈ વાઘની કહેવત મુજબ અનેક વખત ચડતી પડતી આશા નિરાશા વચ્ચે પ્રકૃતિપ્રેમીઓ પક્ષીપ્રેમીઓ ડોલી ચલાવતા શ્રમજીવીઓ, લંબાઈ-ઉંચાઈ, ભારે પવન સમતુલન સહિતના વિવિધ પ્રશ્ર્નોને લઇને કંઇકને કઇ વિઘ્ન વચ્ચે ઘોંચમાં પડેલ ગિરનાર રોપ-વે અંતે બની ચૂક્યો છે જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે.
ટ્રોલી : અતિ આધુનિક નવી ટેકનોલોજી નવી ડીઝાઈન સાથે 8 યાત્રિકો બેસી શકે તેવી 25 ટ્રોલી આ રોપવે પર દોડશે
રોપ-વેની લંબાઈ: ગિરનાર પર્વત હિમાલયના પ્રપિતા ગણાય છે. કરોડો વર્ષના ગિરનાર પર્વત પર ઉભો છે તેના પર ઉભો કરવામાં આવેલ રોપ-વેની લંબાઈ 2.13 કિલોમીટર છે. ટ્રોલીની ઝડપ એક સેક્ધડમાં 5 મીટર કાપશે. બે ટ્રોલી વચ્ચેનું અંત ર36 સેક્ધડનું રાખવામાં આવ્યું છે. એક ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ 216 મીટર આગળ જશે બાદ બીજી ટ્રોલીને રવાના કરાશે. એક કલાકમાં 800 પ્રવાસીઓનું વહન કરી શકાશે. તળેટીના લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન (અંબાજી) સુધી પહોંચતા માત્ર 7.43 મીનીટ લાગશે. રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ચલાવવામાં આવશે.
પવન : અંબાજી મંદિર ઉપર વધુમાં વધુ 180 કિ.મી.ના પવનની ગતિ નોંધાઈ છે. જેને ધ્યાને રાખી આ ઝડપથી ફૂંકાતા પવનને ધ્યાને રાખી ટ્રોલી બનાવવામાં આવી છે. કુલ નવ ટાવર ઉભા કરાયા છે. જેની લંબાઈ 7 થી 8 માળના બિલ્ડીંગ જેટલી છે. લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન વચ્ચેનું અંતર 2126.40 મીટરનું છે.
જમીનની ફાળવણી : રોપ-વે યોજના માટે કુલ જમીન 72871 ચોરસમીટર ફાળવવામાં આવી છે જેમાં લોઅર સ્ટેશન (તળેટી) ખાતૈ 21917 ચો.મી. અપર સ્ટેશન (અંબાજી) 08000 ચો.મી. લાઈન 36845 ચો.મી. સ્ટોર અને ઇતર 06109 મળી કુલ 72871 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. લોકર-અપરણ વચ્ચેનું અંતર 2126.40 મીટરું છે. દર કલાકે 800 પેસેન્જર (યાત્રિક)નું પરિવહન કરી શકશે. ટ્રોલીને પહોંચતાં 7.28 મીનીટનો સમય લાગશે. કલાકે 800 પ્રવાસીઓનું આવનજાવન કરી શકાશે.
આધુનિક ટ્રોલી : શરુઆતમાં ટ્રોલીમાં ચાર વ્યક્તિ બેસી શકેતેવી ટ્રોલીનો વિચાર બાદ ભારે પવનના કારણે મોટી ટ્રોલી બનાવવાની 80 યાત્રિકોની બનાવવાના વિચાર બાદ નવી ટેકનોલોજી નવી ડીઝાઈનથી બનાવી છે જે ગમે તે સ્થિતિમાં બેલેન્સ જાળવી શકશે, કેબીનમાં માઈક્રોફોન, લાઉડ સ્પીકરની સુવિધા રાખવામાં આવી છે. દેશ વિદેશમાંથી 40 લાખ યાત્રિકોનો વધારો થશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
શરુઆતની દરખાસ્ત : ગુજરાત પ્રવાસન નિગમે 1985માં ગીરનાર રોપ-વેની જૂનાગઢ કલેક્ટ મારફત કરવામાં આવી હતી. 1994માં ઉષા બ્રેકો કંપની સાથે પ્રવાસન નિગમ વચ્ચે કરાર થયાં હતા. એક દાયકાની ચર્ચા બાદ ફોરેસ્ટની 9.91 હેકટર (57 વિઘા) પ્રવાસન વિભાગને હવાલે કરવામા્ં આવી હતી. જે 1994માં હવાલે કરવામાં આવેલ. રોપ-વે માટે 91,132 ચો.મી. જરુરીયાત સામે 711297 ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. જમીન ટ્રાન્સફર થયા બાદ 18-9-95માં મંજુરી મળી હતી. વાંધા અરજી ગિરનાર રોપ-વે અંગે વાંધા અરજીઓ આવતાં ગુજરાતના મુખ્યમંત્રીએ 24-5-1998નાં પત્ર દ્વારા કામગીરી અટકાવી દીધી હતી. પાર્લામેન્ટમાં મેનકા ગાંધીએ જંગલોના નાશનો વાંધો ઉઠાવતા કમિટીની રચના કરવામાં આવી હતી. બાદ ફોરેસ્ટ વધારાની જમીન આપશે નહીં તે નક્કી થયું હતું.
ભવિષ્યના 40-50 વર્ષને ધ્યાને લઇ પાર્કિંગ બનાવાયું છે. ગુજરાતમાં 3 રોપ-વેમાંથી આ ચોથો રોપ-વે ભારતમાં સૌથી લાંબો રોપવે છે. પાવાગઢ (કાલીદેવી), 1976માં શરુ શરુ થયો તહો. જેની લંબાઈ 763 મીટર, અંબાજી માતા 1998માં 363 મીટરનો રોપ વે શરુ થયો તો. સાપુતારામાં પ્રાઈવેટ રોપ-વે શરુ કરાયો હતો. આ ત્રણેય રોપ વે ઉષા બ્રોકો કંપનીએ બનાવ્યા છે. જ્યારે આવતીકાલે શરુ થનાર ગિરનાર રોપ વે પણ ઉષા બ્રેકો કંપની એ જ બનાવ્યો. જે અત્યંત આધુનિક ટેકનોલોજીથી બનાવાયો છે. ગિનાર રોપ-વેની ડીઝાઈન યુરોપીયન દેશ ઓસ્ટ્રેલીયામાં બની છે જે વિશ્ર્વની સૌથી મોટી ડીઝાઈન છે. તેને ગેયલ માયર કંપનીએ બનાવી છે. વિશ્ર્વમાં તેની 33 દેશોમાં બ્રાન્ચો આવેલી છે.
કામ અટક્યું હતું
1997માં હાઇકોર્ટમાં સ્પેશીયલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી તેને ખારીજ કરી દેવામાં આવી તે પહેલા 1995માં તા. 24-5નાં સરકારના ખાણ ઉદ્યોગ વિભાગે આ કામગીરી અટકાવી દીધી હતી. બાદ તા. 2-3-2002નાં રદ કરી હતી. ફરી કામગીરી શરુ કરવામાં આવી. 1999માં 110 ડોલીવાળા લાયસન્સદાર, તેડાગરની સંખ્યા 59 છે. તેઓએ રોજીના વિકલ્પો દુકાનો આપવી, રોપ-વેમાં નોકરીએ રાખવા, સ્વરોજગાર માટે લોન આપવી, સાથણી માટે જમીન આપવી તેમ કુલ 110ની માંગણી જુદી જુદી આવી હતી.
ગુજરાત પ્રવાસ નિગમ અને ઉષા બ્રેકો કંપની વચ્ચે એગ્રીમેન્ટ થયેલ. રાજ્ય સરકારે 25-3-2002ના તેને મંજુરી આપી હતી. તા. 16-5-2007નાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઇ હતી.
તા. 1-5-2007નાં હાલના વડાપ્રધાન અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગિરનાર રોપ-વેનું ખાતમુહુર્ત કર્યું હતું. 31-5-2008માં વન્ય જીવન અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલા ગુજરાત રાજ્ય વાઇલ્ડ લાઈફ બોર્ડ ે 1995માં રોપ-વે યોજનાની મંજૂરી આપી દીધી હતી. તા. 3-6-2009માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગિરનાર રોપવે માટે જાહેર સુનાવણીમાં એકપણ વિરોધ નોંધાયો ન હતો.તા. 4-9-2009માં રોપ-વે તાત્કાલીક બને તે માટે ધારાસભ્ય મશરુ, ખીમાણી સહિતના લોકોએ સર્વે પ્રતિક આંદોલન કર્યું હતું.
તા. 3-4-5 એપ્રિલ 2009માં ઉષા બ્રેકો કંપનીના નિષ્ણાંતો ગિરનારની મુલાકાતે આવ્યા હતાં. સ્થળ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી જયરામ રમેશ આવેલ તેમણે આગેવાનોને ખાતરી આપી હતી. તે પહેલા 2010માં સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડનાં સભ્યો જૂનાગઢ આવ્યા હતા. તા. 14-11-2011માં સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટીએ ગીરનારની મુલાકાત લીધી હતી. સુપ્રિમ કોટે4 તા. 9-5-2002માં કમિટીની રચના કરી હતી. તેમાં પી.વી. જયકૃષ્ણન ચેરમેન, એમ.કે. જીવરાજ, મહેન્દ્ર વ્યાસ, એમ.કે. મુથુ, એસ.કે. પટનાયક અને ડાયરેક્ટર જનરલ હોદાની રુએ (ફોરેસ્ટ)માંથી મુકવામાં આવેલ હતા.
તેમાથી 3 જૂનાગઢની મુલાકાતે આવ્યા હતાં. અને તેમનો ખાનગી અહેવાલ સુપ્રિમ કોર્ટને આપ્યો હતો. રોપ-વેનો શરુઆતનો ખર્ચ 9 કરોડનો હતો જે અનેક અડચણો બાધાનો સમય પસાર થતાં હાલનો ખર્ચ 130 કરોડનો થયો છે.હાલ 25 ટ્રોલી શરુ કરાશે. બાદ વધારીને 51 ટ્રોલી લગાવવામાં આવશે. આમ વાઘ આવ્યો રે ભાઈ વાઘ કહેવતને સાર્થક કરી આવતીકાલે સાડા ચાર દાયકાનું સ્વપ્ન સાકાર થયાની સવારના સૂર્યના કિરણોની રાહ જોવાઈ રહી છે.
પોલીસ બંદોબસ્ત
જૂનાગઢ રેન્જના આઇજી મનીન્દરસિંગ પવાર અને એસપી રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ આર.જી. ચૌધરી, સી ડીવીઝન પીએસઆઇ કે.એ. ડાંગર, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે.વાજા સહિતનાં પોલીસ અધિકારીઓ રાહત દિવસ રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ કરી રહ્યા છે. અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભવનાથ ક્ષેત્ર અને પીટીસી ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
કિસાન સૂર્યોદય યોજના અને લાયન રિસોર્ટનું કાલે ઉદઘાટન
પોલીસ તાલીમ મહાવિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમારોહ : મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની ઉપસ્થિતિ