ગિરનાર રોપ-વે (Girner Ropeway)ની ટીકિટના ઉંછા દરને લોકોમાં થયેલા ઉહાપોહને લઈને કંપની દ્વારા લોકોનો રોષ શાંત પાડવા માટે મેદાનમાં આવવું પડ્યું છે. કેપનીએ હાલ તહેવારો (Festival)ને ધ્યાનમાં રાખીને જૂનાગઢ (Junagadh)વાસીઓ માટે ભાવ ઘટાડીને 15 દિવસ માટે ખાસ ઓફર (Offer) મૂકી છે.
રોપ-વેના લોકાર્પણ પછી જે રીતે લોકો માટે ટીકિટના ભાવ ઉંચા જાહેર કરાતા જૂનાગઢ શહેરમાંથી રોષ ભભૂક્યો છે. તેને શાંત પાડવા માટે અંતે કંપનીએ મેદાનમાં ઉતરવું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, ગઈકાલે જીએસટી સહીત 700 રૂપિયા ભાવ કરાયા બાદ આજે ફરીથી કંપનીએ ભાવ ઓછા કરવા પડ્યા હતા.
ઉષા બ્રેકોના એમ.ડી.અપૂર્ન જાવરે જણાવ્યું કે, રોપ-વે પાછળ જૂનાગઢ વાસીઓનો મોટો સહયોગ મળ્યો છે, જેથી જૂનાગઢના દેશી રજવાડાના ભારત સાથે વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા બજાવનાર સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબર જન્મજયંતિ તેમજ 9 નવેમ્બર જૂનાગઢનો આઝાદી દીન નિમિતે જૂનાગઢ વાસીઓ માટે ખાસ ઓફર જાહેર કરી છે.
આજે તા.29 ઓક્ટોબરથી તા.15 નવેમ્બર સુધી ખાસ ઓફર રાખવામાં આવી છે, જેમાં જૂનાગઢમાં વસવાટ કરતા લોકો માટે જ રોપ-વેમાં આવવા જવા માટે વયસ્ક વ્યક્તિ માટે રૂપિયા 500 અને જીએસટી તેમજ 5થી 10 વર્ષના બાળકો માટે રૂપિયા માટે રૂપિયા 250 સાથે જીએસટીનો ચાર્જ લાગશે. આ ઓફરનો લાભ લેવા માટે જૂનાગઢનું સરનામું ધરાવતું આધારકાર્ડ રજૂ કરવાનું રહેશે. જો કે બહારના ટૂરિસ્ટો માટે તો અગાઉના ભાવ યથાવત જ રાખવામાં આવ્યા છે.