આજથી બે દિવસથી ગુજરાત ની મુલાકાતે પહોંચ્યા નરેન્દ્ર મોદી : મહેશ - નરેશ કનોડિયા ના નિવાસસ્થાને પહોંચી બન્ને સદગત ભાઈઓને શ્રદ્ધાંજલિ પાઠવશે
આજે સવારે ૧૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. કોરોના કાળમાં આ તેમની પ્રથમ ગુજરાતની મુલાકાત છે. છેલ્લા ૮ મહિનાથી તેઓ ગુજરાત આવ્યા ન હતા. એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવરતજી, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્વાગત કર્યું.
ત્યારબાદ અમદાવાદ થી ગાંધીનગર જવા રવાના થયા અને સીધા જ કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યાં. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સ્થાપક સભ્ય કેશુભાઈ પટેલ નું ગઈકાલે સવારે અવસાન થયેલ.
કેશુભાઈ ને વંદન કરી, શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનો સાથે કેશુ બાપા સાથેના સંસ્મરણો વિશે વાત કરી.
ત્યારબાદ વડાપ્રધાન મોદી ગુજરાત ફિલ્મ જગતના સુપરસ્ટાર જોડી મહેશ - નરેશ કનોડિયા ના નિવાસસ્થાને પહોંચ્યા અને બન્ને સદગત ભાઈઓને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યાં.
મહેશભાઈ નું ૨૫ ઑક્ટોબર અને નરેશભાઇ નું ૨૭ ઑક્ટોબર ના અવસાન થયેલ.
આજરોજ તેઓ તેમના માતાને મળવા ઘરે જશે અને ત્યારબાદ કેવડીયા જવા રવાના થશે.