ઘોઘા- દહેજ બાદ આગામી તા.8ને રવિવારથી ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સમાં આ પ્રોજેકટનો ખુદ વડાપ્રધાન શુભારંભ કરાવવા જઇ રહ્યા છે. ત્યારે, આ સેવા શરૃ થવાથી હાલ વાહન માર્ગના 370 કી.મી.નું અંતર દરિયાઇ માર્ગે ઘટીને માત્ર 90 કી.મી. થઇ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે પેસેન્જર તથા કાર્ગો જળ પરિવહન સેવા બક્ષતી રો-પેક્સ ફેરી સેવાનો 8 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરાવશે. સાથોસાથ, નવર્નિમિત રો-રો ર્ટિમનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કરશે. દિવાળી પર્વ પૂર્વે જ રો-પેક્સ ફેરી સેવા શરૃ થવાથી વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના અંદાજે 20 લાખ લોકોને દિવાળી પર્વ મનાવવા માટે માદરે વતન આવવામાં સરળતા રહેશે.
સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જો કે,પોતાના મૂળ વ્યવસાય ખેતી અને વતન સાથે તેઓ હંમેશા જોડાયેલા રહે છે. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10 થી 12 કલાકની માર્ગ મુસાફ્રી કરવી પડે છે. રો-પેક્સ સેવા શરૃ થયા બાદ આ મુસાફ્રી માત્ર 4 કલાકની થઇ જશે. તેમ કેન્દ્રીય શિપિંગ મંત્રાલયે વિગતો આપતાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, રો-પેક્સ સેવા શરૃ થતાં મુસાફરો પોતાની સાથે મોટર સાઈકલ કે કારને પણ તેમાં મુકી લાવી કે લઇ જઇ શકશે. ઉલ્લેખનિય છે કે, ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે, જે પરિવહન ખર્ચાળ અને સમય માંગી લેનારૃં છે. પરંતુ, આ સેવાના પ્રરંભથી આ અંતર ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિ.મી.થઇ જશે. જેના પગલે ન માત્ર અંતર, ખર્ચ કે સમયની બચત થશે પરંતુ, સુરત-સૌરાષ્ટ્ર વચ્ચેનું પરિવહન સસ્તું અને સુગમ બનશે.
કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુંસાર, રો-પેક્સ ર્સિવસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે ૫ લાખ મુસાફ્રો, 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવર-જવર શક્ય બનવાનો અંદાજ છે.જેના પગલે સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. તેવો દાવો કરાયો છે. ઉપરાંત, રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગ તથા સોમનાથ મંદિર, સાસણગીર, ગીરનાર, દ્વારકા, શેત્રુંજય, જામનગરના ઇકો ટુરીઝમને વેગ મળશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. વળી, અંતર ઘટવાના કારણે ન માત્ર ભાવનગર પણ રાજકોટના વેપારી મથકો સુધી પહોંચવું પણ સુગમ બનશે.
ઘોઘા જેટી પર પૂનઃ ધમધમાટ
ઘોઘા-દહેજ બાદ આગામી રવિવારથી ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ર્સિવસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે, એક તરફ, સુરતના હજીરા જેટી ખાતે આ કાર્યક્રમને લઇ ધમધમાટ શરૃ કરાયો છે.તો, બીજી તરફ, ભાવનગરના ઘોઘા જેટી ખાતે પણ આ કાર્યક્રમને લગતી તૈયારીઓને સંબંધિત તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, આ ક્રાર્યક્રમને લઇ ભાવનગરના સાંસદ સહિત અધિકારીઓ અને પાદધિકારીઓએ બેઠક યોજી સ્થળ મુલાકાત પણ લીધી હતી.
દૈનિક 9 હજાર, વાર્ષિક 33 લાખ લીટર ઈંધણની બચતનો દાવો
રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે 9000 લીટર ઈંધણની બચત થશે. તેવી પણ સરકારના સંબંધિત મંત્રાલય દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઈંધણના વપરાશમાં ઘટાડો થવાથી દેશના અર્થતંત્ર પર તેની સીધી અસર પડશે, જેથી દૈનિક 9000 લીટર અને દર વર્ષે 33,13,000 લીટર ઈંધણની બચત થશે. બચતની માત્રાને ક્રૂડ ઓઇલમાં રૃપાંતરિત કરીને ગણવામાં આવે તો દર વર્ષે અંદાજે 14,000 ઈંધણની આયાત બચી જશે.તો,ઈંધણની આ બચતથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ ૩ ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન ૨૪ સ્ અને દર વર્ષે 8653 સ્ કાર્બન ઉત્સર્જનમાં ચોખ્ખો ઘટાડો થશે. કાર્બન ઉત્સર્જન ઓછું થવાનો અંદાજ છે. તો, કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડાથી ભાવિ પેઢીઓ માટે પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ મળશે.
રો-પેકેસથી થનાર લાભની શક્યતા
1.રો-રો ફેરીથી ઘોઘા અને હજીરા વચ્ચેનું અંદર 370 કિમી ઘટી જશે.ખૂબ જ ગીચ ધોરીમાર્ગો પરથી ટ્રાફ્કિ સ્થળાંતરિત થતાં માર્ગ અકસ્માતોની સાથોસાથ,ધોરીમાર્ગોને થતાં નુકસાનમાં પણ ઘટાડો, લોકોના જીવ બચશે તેમજ મેડિકલ ખર્ચ અને વીમાના દાવામાં ઘટાડો.
2.સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના સુરત જેવા શહેરો સુધી સરળતાથી પહોંચી શકાશે, જેથી નોકરીઓની તકોમાં વધારો થશે.બંને પ્રદેશોના સ્થળાંતરિત કામદારો તેમના ગૃહ શહેરમાં સરળતાથી પહોંચી શકશે જેથી સામાજિક આર્થિક જીવનમાં સુધારો આવશે, લોકોને તેમના પરિવારો સાથે વાર્તાલાપ અને હળવા-મળવાનું વધશે જેથી સામાજિક જીવન બહેતર બનશે.
3. હેરફેરના ખર્ચમાં ઘટાડો થશે જેથી ઉત્પાદનોની પડતર કિંમત ઘટશે, તેના પરિણામે ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધા કરી શકશે.
4.સૌરાષ્ટ્ર પ્રદેશમાં સરળતાથી પહોંચી શકાશે તેથી પર્યટન ઉદ્યોગને વેગ મળશે.