રાજકોટ (Rajkot)માં દિવાળી (Diwali)ના તહેવારની ઉજવમી માટે લોકોએ બે કલાક (8થી 10) ફટાકડા ફોડવા તેમજ નૂતન વર્ષના તહેવાર દરમિયાન 35 મિનિટ (11.55થી 12.30) સુધી ફટાકડા ફોડી શકાશે. આતશબાજી કરી શકાશે નહીં તેમજ જાહેરમાં, ફટપાથ પર ફટાકડા નહી ફોડી શકાય તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે (Police Commissioner Manoj Agarwal) જાહેરનામું (Declaration) પ્રસિદ્ધ કર્યું છે અને ફટાકડાને લગતા અન્ય નિયમોનું પણ પાલન કરવું પડશે.
જેમાં કોર્ટ કચેરી, હોસ્પિટલ, શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટર વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહીં, ફટાકડાની બુમ, મોટા પ્રમાણમાં અવાજ અને કચરાની સમસ્યા થતી હોવાથી તેવા ફટાકડા ફોડી શકાશે નહીં, હાનિકારક ધ્વની પ્રદૂષણ રોકવા માટે માત્ર અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વની સ્તરવાળા જ ફટાકડા વેંચી અથવા વાપરી શકાશે. આ સિવાયના ફટાકડા વેંચી અને વાપરી શકાશે નહીં. ઓનલાઈન ફટાકડ ખરીદી તેમજ વેચાણ કરી શકાશે નહીં, ઈસ્યૂ થયેલા લાયસન્સથી આયાત કરેલ ફટાકડા સિવાયના તમામ વિદેશી ફટાકડા પ્રતિબંધિત રહેશે.
લાયસન્સ વગર ફટાકડાનું વેંચાણ કરતા બે ઝડપાયા
રાજકોટમાં નંદનવન-2 ચોક પાસે લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતો શૈલેષ બાબુ દૂધાત્રા (રહે. દિવાળીપાર્ક) નામના ઈમિટેશનના ધંધાર્થીને તાલુકા પોલીસે તેમજ બજરંગવાડીમાં ફટાકડા વેંચતો યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમારને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લઈ વિશેષ કાર્યવાહી કરી છે.